Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

વાંકાનેરમાં મહિલા દિનની ઉજવણી

વાંકાનેર : શકિતપરા ખાતે પ્રેમલ જયોતિ સામાજીક કેન્દ્ર દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સમાનતામાં વિકાસની થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. બાળાઓએ ડાન્સ કરેલ. નૃત્ય, નાટકો મહિલાનું મહત્વ શું. તેનો વિકાસ નારી સશકિતકરણની થીમ રાખેલ મુખ્ય મહેમાન તરીકે વિમલ ગઢવી, ટીડીઓ, ફાધર ડેવીસ મંજલી પ્રિન્સીપાલ, સેંટ મેરીઝ સ્કુલ મોરબી ભાટી.એન. (વોટર વર્કસ ચેરમેન વા.) ડો.મુમતાઝબેન શેરસીયા, રંજનબેન મકવાણા (સરપંચ હસનપર) કોમલબેન રામાનુજ, સિ.શિબા એફસીસી (પ્રિન્સીપાલ નિર્મલા કોન્વેન્ટ સ્કુલ (વાંકાનેર) એ હાજરી આપી હતી. નાની બાળા વિધી ભાટીએ છોગાળા તારો આ થીમ પર નૃત્ય કરેલ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બહેનોને ભેટ આપવામાં આવેલ. સાંસ્કૃતિક કાર્યક્રમની તસ્વીર.

(1:33 pm IST)