Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ભાજપમાં જઈને તમે મતદારોનો સોદો કર્યો છેઃ ધ્રાંગધ્રા-હળવદના પૂર્વ ધારાસભ્ય પરસોતમ સાબરીયાની ઓડીયો કલીપ વાયરલ

વઢવાણ, તા. ૨૦ :. ધ્રાંગધ્રા-હળવદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાની સાથે અમદાવાદના વ્યકિત ટેલીફોનીક વાતચીત કરી રહ્યા હોય તેવી ઓડીયો કલીપ સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ છે.

તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા સાથે અમદાવાદના મુકેશભાઈ નામના વ્યકિત ટેલીફોનીક વાતચીત કરી રહ્યા છે. જેમાં મુકેશભાઈ કહે છે કે, 'તમે ભાજપમાં જઈને મતદારોનો સોદો કર્યો છે' જ્યારે સામાપક્ષે પરસોતમભાઈ સાબરીયા કહે છે કે, કોંગ્રેસમાં રહેવાથી કોઈ કામ થતા ન હતા તેથી ભાજપમાં જોડાયો છું અને ભાજપમાંથી ફરીથી ટીકીટ લઈને લોકોની સેવા કરવા આવીશ.

પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાની ઓડીયો કલીપ સોશ્યલ મીડીયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયુ છે.

(12:29 pm IST)