Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ગોંડલ જયસ્વાલ ન્યૂઝ એજન્સીની મુલાકાતે પૂ. જીજ્ઞેશદાદા

ગોંડલઃ યુવા શ્રીમદ્દ ભાગવત કથાકાર શ્રી જીજ્ઞેશદાદા (રાધે-રાધે) કરીયાચાડવાળા જયસ્વાલ ન્યૂઝ એજન્સીમાં ભાગવત શ્ લોક સાથે દીપ પ્રાગટય કરી ન્યૂઝ એજન્સીને આશિર્વચન પાઠવેલ હતા તેમજ પત્રકાર ચંદ્રશેખર જયસ્વાલ, ગૌરાંગ મહેતા, નરેશભાઇ તન્નાએ જીજ્ઞેશદાદાનું સ્વાગત કર્યું હતું.પાલિકાના નગરપતિ અશોકભાઇ પીપળીયા, ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદીપભાઇ છોટાળા ઉપસ્થિત રહેલ હતા. જયસ્વાલ તથા મહેતા પરિવારના સદસ્યોએ આર્શિવચન પ્રાપ્ત કરેલ હતા. ભાસ્કરભાઇ જયસ્વાલ, જયમીત જયસ્વાલ, સુશીલભાઇ મહેતા, ઇશીતા મહેતા, વૈદેહી મહેતા તથા સુરેશભાઇ ચૌહાણ તથા સંજયભાઇ ચાવડા સહિતનાએ દાદાનું સ્વાગત કર્યું હતું.

(12:13 pm IST)