Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

દુષ્કાળને લક્ષમાં રાખીને પાણીની બચત કરવા સારંગપુરમાં પુષ્પદોલોત્સવમાં પાણીનો ઉપયોગ નહીં કરવા નિર્ણય

ભાવનગર તા.૨૦: ભગવાન શ્રી સ્વામિનારાયણ સમયથી તીર્થધામ સારંગપુર (જિ. બોટાદ) અહીંના ઉત્સવ માટે અને ખાસ કરીને રંગોત્સવ માટે પ્રખ્યાત છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે અહીં રંગોત્સવ કરીને સૌને દિવ્ય આનંદ આપ્યો હતો તેની સ્મૃતિમાં આજપર્યત પ્રતિ વર્ષે હોળી-પુષ્પદોલોત્સવ પ્રસંગે અહીં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રંગોત્સવ યોજવામાં આવે છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અહીંના રંગોત્સવને એક વિશેષ આધ્યાત્મિક મહત્વ આપીને ભકતોમાં તેનું અનોખું આકર્ષણ જન્માવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં પણ આ રંગોત્સવ ઉજવાય છે.

પરંતુ ગત વર્ષે જરૂરિયાત કરતાં ઓછો વરસાદ થયો હોવાને કારણે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં દુષ્કાળની જાહેરાત કરવામાં આવી છે. આવા કટોકટીના સમયે પોતાની નૈતિક જવાબદારી સમજીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હંમેશા સમાજહિત માટે પહેલ કરવામાં આવી છે. આથી દુષ્કાળની આ સમસ્યાને લક્ષમાં રાખીને પાણીનો બચાવ કરગા માટે બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી, બી.એસ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ પુષ્પદોલોત્સવ-હોળી પ્રસંગે રંગોત્સવની ઉજવણી સાદગીથી કરવાનું નિરધાર્યું છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજય ઇશ્વરચરણદાસ સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 'દુષ્કાળનો પ્રસંગ હોય કે ભૂકંપ રાહતકાર્ય હોય કે પુલવામા શહીદ થયેલા સૈનિકોને સહાય આપવાની બાબત હોય, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ તેના સૂત્રધાર પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજ અને તેમના અનુગામી પરમ પૂજય મહંત સ્વામી મહારાજના આદેશ મુજબ આવા પ્રસંગે સૌને પ્રેરણા આપતી પહેલ કરી છે.(૧.૧૦)

 

(12:02 pm IST)
  • દિલ્હીમાં મસ્જિદમાં લાઉડસ્પીકરથી લોકોને પરેશાની :નેશનલ ગ્રીન ટ્રિયુબનલે કહ્યું આ ગંભીર અપરાધ : પોલીસે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ : NGT પીઠે કહ્યું નાગરિકોને શાંતિપૂર્ણ પર્યાવરણનો બંધારણીય અધિકાર છે અને તેને નિર્ધારિત માપદંડથી વધુ ધ્વનિ પ્રદુષણ દંડનીય અપરાધ છે સાથોસાથ પોલીસને કહ્યું કે આવા સ્થળોની ઓળખ કરે અને ઉલ્લંઘનકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે એક નિગરાની પ્રણાલી સ્થાપિત કરે access_time 12:21 am IST

  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST

  • ગુજરાતમાં એસીડ એટેકના વધતા કિસ્સાઓના નિયંત્રણ માટે હાઇકોર્ટમાં રીટ પીટીશન : અદાલતે નોટીસો આપી : ગુજરાત હાઇકોર્ટમાં એસિડ પર નિયંત્રણ મુકવા માટે અરજી થઇ છેઃ રાજયમાં એસીડ એટેકના કિસ્સા ન બને તે માટે આ અરજી થઇ છેઃ ગુજરાત હાઇકોર્ટે એસીડના વેચાણ પર નિયંત્રણની અરજી સ્વીકારી : રાજય સરકાર સામે નોટીશ જારી કરીઃ એસીડના ખરીદ વેચાણને લઇ સુપ્રિમકોર્ટે ગાઇડ લાઇન જાહેર કરી હતીઃ સુપ્રીમે કહયું કે રાજય સરકારે ગાઇડ લાઇન પ્રમાણે નિયમો નથી બનાવ્યાઃ આ મામલે રાજય સરકારને હાઇકોર્ટેમાં જવાબ રજુ કરવાનો રહેશે access_time 4:14 pm IST