Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

કાલાવડમાં આગઃ ૩૦ ઝૂંપડા સળગી ગયા

જામનગરઃ કાલાવડમાં મંગળવારે સાંજના સમયે આશરે ૩૦  જેટલા ઝૂંપડાઓમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા ઝૂંપડાના રહેવાસીઓમાં ભાગદોડ મચી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગમાં કોઇ પણ જાનહાનીના અહેવાલ મળી રહ્યા નથી. પરંતુ ઝૂપડાઓમાં રહેતા લોકોની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.ફાયરની ટીમ દ્વારા આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

(11:57 am IST)
  • ગુજરાતમાં એસીડ એટેકના વધતા કિસ્સાઓના નિયંત્રણ માટે હાઇકોર્ટમાં રીટ પીટીશન : અદાલતે નોટીસો આપી : ગુજરાત હાઇકોર્ટમાં એસિડ પર નિયંત્રણ મુકવા માટે અરજી થઇ છેઃ રાજયમાં એસીડ એટેકના કિસ્સા ન બને તે માટે આ અરજી થઇ છેઃ ગુજરાત હાઇકોર્ટે એસીડના વેચાણ પર નિયંત્રણની અરજી સ્વીકારી : રાજય સરકાર સામે નોટીશ જારી કરીઃ એસીડના ખરીદ વેચાણને લઇ સુપ્રિમકોર્ટે ગાઇડ લાઇન જાહેર કરી હતીઃ સુપ્રીમે કહયું કે રાજય સરકારે ગાઇડ લાઇન પ્રમાણે નિયમો નથી બનાવ્યાઃ આ મામલે રાજય સરકારને હાઇકોર્ટેમાં જવાબ રજુ કરવાનો રહેશે access_time 4:14 pm IST

  • સુરત : લસકાણા પાસેથી અમૃત નગર સોસાયટીમાંથી ઝડપાયું ડુપ્લીકેટ ગુટખાનું કારખાનું : પોલીસે દરોડા પાડીને 3 આરોપીની કરી ધરપકડ :રહેણાંક મકાનમાં ચાલતું હતું કારખાનું :પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી. access_time 10:42 pm IST

  • મેરે સભી હિન્દૂ ભાઈઓ ઔર બહેનોકો હોલી કી બધાઈ : હિન્દૂ સમુદાયને હોલી તહેવારની શુભકામના પાઠવતા પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાન : પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભૂતોએ પણ શુભકામના પાઠવી access_time 6:24 pm IST