Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ગોંડલના વાસાવડ ગામે જુગાર રમતા ૩ શખ્સો પકડાયાઃ ૪ શખ્સો છનન

રાજકોટ, તા, ર૦: ગોંડલ તાલુકાના વાસાવડ ગામે તાલુકા પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૩ શખ્સોને ઝડપી લીધા હતા. જયારે ૪ શખ્સો નાસી છુટયા હતા.

વાસાવડ ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળતા એએસઆઇ દિલીપભાઇ પાનસેરીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા ભરત બાવાલાલ ગોલ (રહે. દેરડી) જયેન્દ્રસિંહ દેવુભા સરવૈયા (રહે. મૂળ વાવડી, તા. બાબરા) તથા કાલુ રણછોડભાઇ રાદડીયા (રહે. બગસરા)ને રોકડ રૂા. ૩૧,૪૭૦ તથા બે મોબાઇલ મળી કુલ ૪૧,૪૭૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ રેડ દરમિયાન પંકજ બળદેવભાઇ દોંગા(રહે. દેરડી), પ્રફુલ ઉર્ફે મુન્નો ડોબરીયા (રહે. બગસરા)ભરત ઉર્ફે લાલો વાણીયા (રહે. કુકાવાવ) ઇમરાન ઉર્ફે ખાન ઇકબાલભાઇ (રહે. મોટા ઉજડા)નાસી છુટયા હતા.

(11:56 am IST)