Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

જસદણના દારૂના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓને આર.આર.સેલે ઝડપી લીધા

પકડાયેલ હરેશ છાંયાણી આટકોટ પ્રોહીબીશનના ગુન્હામાં પણ વોન્ટેડ હતો

રાજકોટ તા. ર૦ :.. જસદણના પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓને આર.આર.સેલે ઝડપી લીધા હતાં.

રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા તેમજ પેરોલ-ફર્લો પરથી જમ્પ થયેલ આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડીઆઇજીપી સંદીપ સિંહ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ અને આર. આર. સેલ.ના પો. સ. ઇ. શ્રી એમ. પી. વાળાને સુચના કરેલ જે અન્વયે સેલના માણસોને હકિકત મળતા સ્ટાફના નરેન્દ્રસિંહ રાણા, કુલદીપસિંહ ચુડાસમા, શિવરાજભાઇ ખાચર, મનીષભાઇ વરૂ તથા દિગુભા ઝાલાએ જસદણ પો. સ્ટે. પ્રોહી. ગુ. નં. પ૦૮૩/૧૮ કલમ-૬પ એઇ વિ. મુજબના ગુન્હામાં ગુન્હો બન્યા બાદથી નાસતા-ફરતા આરોપી (૧) ભનુ ઉર્ફે કાળુ દાદભાઇ ખાચર રહે. ચીતલીયા તા. જસદણ તથા (ર) હરેશ ઉર્ફે હકન મનસુખભાઇ છાયાણી રહે. જસદણ જી. રાજકોટ વાળાઓને જસદણ ગંજીવાડા રોડ પાસેથી ધોરણસર અટક કરેલ છે.

તેમજ મજકૂર આરોપીઓની પુછપરછ કરતા આરોપી ભનુ ઉર્ફે કાળુનુ આટકોટ પો. સ્ટે.ના ર પ્રોહીબીશનના ગુનામાં નામ ખુલેલ છે અને પોતે ગુન્હો કર્યા બાદથી નાસતો-ફરતો હોવાનું જણાવતા આટકોટ પો. સ્ટે. ને આ બાબતે જાણ કરવામાં આવેલ છે. (પ-ર૧)

(11:55 am IST)