Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિનાં કાર્યલયની મુલાકાતે હાર્દિક પટેલઃ પાટીદારો દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન

જામનગરઃ પાટીદાર અનામત આંદોલનના પુર્ણતા અને ''પાસ''ના કન્વીનર તથા તાજેતરમાં કોંગ્રેસમા જોડાયેલા હાર્દિક પટેલ કાલે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિનાં કાર્યાલયની મુલાકાત લીધી હતી અને રાજકીય-સામાજીક આગેવાનો સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ પાટીદાર આગેવાનો દ્વારા હાર્દિક પટેલનો સુત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. જેના કારણે લોકસભા જામનગરની બેઠક માટે હાર્દિક પટેલને નુકશાન થશે. તેવી ચર્ચાઓ જોર પકડયુ છે.(અહેવાલઃ મુકેશ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)(૨૨.૧૦)

લાલપુરમાં વર્લીમટકાના આંકડા લખતો શખ્સ ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૦ :લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. બળભદ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૩–૧૯ ના ચાર થાંભલા પાસે લાલપુરમાં આ કામના આરોપી નટુ મોહનભાઈ નસેડીયા રે. લાલપુર, જિ.જામનગરવાળો વર્લી મટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત નો જુગાર રમી રમાડતા રેઈડ દરમ્યાન વર્લી મટકાના સાહીત્ય તથા રોકડા રૂા.૭૦૦ તથા બે મોબાઈલ જેની કિંમત રૂા.ર૦૦૦ તથા મોટરસાયકલ જેની કિંમત રૂા.૧પ૦૦૦ મળી કુલ રૂા.૧૭૭૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધુવાવના હાઉસીંગ બોર્ડ પાસે દુકાનની માલમતા ચોરાયાની રાવ

પંચ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પુરૂષોતમભાઈ જગદીશભાઈ ગજરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૩–૧૯ આ કામના આરોપી કોઈ અજાણ્યા ચોર ઈસમે ધુવાવ હાઉસીંગ બોર્ડ  પાસે આ કામના ફરીયાદી પુરૂષોતમભાઈની દુકાનના માલ–સામાન વેઝીટેબલ ઘીના અડધા કીલાના ર ડબ્બા તથા બે બોકસ ચોકલેટના તથા માથાના તેલની નાની શીશીઓ જેમા બે પેકેટ આમળા તેલના તથા એક પેકેટ જાસ્મીન તેલનું તથા ડવ શેમ્પુના આશરે ૮૦ પાઉચ તથા કેવેન્ડર, ગોલ્ડ ફલેક, પેરીસ, સીગરેટના આઠ–દસ સીંગલ પેકેટ તથા ઘાણાદાળના બે પેકેટ તથા એક કેલકયુલેટર મળી આશરે રૂા.૧૧૦૦ નો માલ–સામાન તથા પરચુરણ રોકડ રકમ આશરે ર૦૦૦ તથા એક મોબાઈલ ફોન કિંમત રૂા.૧૦૦૦ મળકુલ રૂા.૪૧૦૦ના માલ–મતાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

નવી પીપર ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. નરેશકુમાર નાનજીભાઈ વારસંકીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૩–૧૯ ના નવી પીપર ગામની આથમણી સીમમા આસીપાટ નામના હોકરામાં બાવળની જાળી વચ્ચે  આ કામના આરોપી અજયભાઈ ભીમશીભાઈ કરંગીયા, અરજણભાઈ કારાભાઈ કરમુર, હિતેષભાઈ દેવજીભાઈ નેસડીયા, જગદીશભાઈ મારખીભાઈ ડાગર, પાલાભાઈ વજશીભાઈ માડમ, તા.લાલપુરવાળા  જાહેરમાં રોનપોલીસ તીનપતી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા મળી આવતા તેની પાસેથી રોકડા રૂા.૩૮૮પ૦ના મુદામાલ સાથે પાંચેય ઈસમો ઝડપાઈ ગયેલ છે.

ઈન્દ્રદીપ સોસાયટી પાસે જુગાર રમતા બાર શખ્સો ઝડપાયા

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ. વાય.એ.દરવાડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૩–૧૯ ના વિકાસ રોડ, ઈન્દ્રદીપ સોસાયટી, મહિલા કોલેજની દિવાલ પાસે, સ્ટ્રીટ લાઈના અજવાળે આ કામના આરોપી શેર બહાદુર પ્રતાપ બહાદુર બુધા, ગૌરવ જયવીરસિંહ યાદવ, જુપબહાદુર હિમબહાદુર ખત્રી, સંતોષ ઘુડીરાસ ખરેલ, ગોપાલીભાઈ શ્યામલાલ કુશવા, આરીફભાઈ જુસબભાઈ કકલ, રમેશભાઈ દિનબંધુભાઈ પાત્ર, સુકલાલ ગોપીલાલ તીરૂવા, શાનુભાઈ દુલુભાઈ દતા, રત્નબહાદુર રામબહાદુર થાપા, સાગરભાઈ ત્રીલોક રાણા, દાલસિંહ તુલારામ કુસ્વાહા, રે. જામનગરવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂા.૩રર૩૦ તથા મોબાઈલ ફોન નંગ–૮ જેની કિંમત રૂા.૩૪૦૦૦ તથા મોટરસાયકલ નંગ–૪, જેની કિંમત રૂા.૮૦,૦૦૦ મળી કુલ રૂા.૧૪૬ર૩૦ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૩–૧૯ ના શાંતીનગર શેરી નં.૭, આશાપુરા પાનની બાજુમાં આ કામના આરોપી અરવિંદસિંહ હેમતસિંહ ચુડાસમા રે. જામનગરવાળો પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર પાસપરમીટ વગર ભારતીય બનાવટની અલગ અલગ કંપનીની શીલ બંધ અંગ્રેજી દારૂની બોટલ નંગ–ર૮ કિંમત રૂા.૧૪,૦૦૦નો રાખી ગુનો કરેલ છે.

નાગેશ્વર કોલોનીમાંથી બીયરના ટીન સાથે એક ઝડપાયો

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.શાખા કોન્સ. મીતેશભાઈ કાનજીભાઈ પટેલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૩–૧૯ ના નાગેશ્વર કોલોની, પ્રાથમીક શાળાની બાજુમાં આ કામના આરોપી કાનજીભાઈ ઉર્ફે સાજન નાથાભાઈ ડોણશીયા રે. જામનગરવાળો પોતના ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર પાસપરમીટ વગર ભારતીય બનાવટનો કાલ્સબર્ગ એલીફંટ સ્ટ્રોંગ બીયર મહારાષ્ટ્ર બનાવટના પ૦૦ એમ.એલ.૮ ટકા આલ્કોહોલની માત્ર દર્શીવતા કમ્પની શીલબંધ બીયર ટીન નંગ–૩ર મળી આવતા કુલ રૂા.૩ર૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ જતા ગુનો કરેલ છે.

બ્રુક બ્રોન્ડના ગ્રાઉન્ડ પાસે દારૂની બોટલો સાથે બે ઝડપાયા : બે ફરાર

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.શાખા કોન્સ. હરદિપભાઈ ભરતભાઈ ધાધલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૩–૧૯ ના ગાંધીનગર રોડ બુક બ્રોન્ડ ના ગ્રાઉન્ડ પાસે આ કામના આરોપી પ્રતિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ વિરૂમલભાઈ થાવરામી, રે. જામનગરવાળા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની બોટલોની હેરાફેરી વેચાણ અર્થે પોતાના કબ્જામાં રાખી રેઈડ દરમ્યાન બોટલ નંગ–૬ કિંમત રૂા.ર૪૦૦ તથા રોકડા રૂા.૧૦પ૦૦ મળી કુલ રૂા.૧ર૯૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા આ કામના આરોપી શકિતસિંહ ધીરૂભા જાડેજા તથા યશપાલસિંહ ઉર્ફે ગડિયો નરેન્દ્રસિંહ જાડેજા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અગમ્ય કારણોસર યુવતીએ ગળાફાંસો ખાઈ આયખું ટુકવ્યું

અહીં સુભાષપાર્કમાં રહેતા પરબતભાઈ કાનાભાઈ ખરા એ સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૯–૩–૧૯ના આ કામે મરણ જનાર મનીષાબેન પરબતભાઈ કાનાભાઈ ખરા, ઉ.વ.રર, રે. સુભાષપાર્ક શેરી નં.૪, રણજીતસાગર રોડ, જામનગરવાળા પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર સીલીંગ ફેન ઉપર કપડાની ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જતા મરણ ગયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર દરમ્યાન વૃઘ્ધનું મોત

ભોજાબેડી ગામે રહેતા નારણભાઈ ગોરધનભાઈ ભંડેરી એ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે તા.૧૮–૩–૧૯ ના આ કામે મરણ જનાર રમણીકભાઈ પોલાભાઈ ભંડેરી, ઉ.વ.પ૭, રે. ભોજાબેડી ગામે રાત્રીના પોતાના વાડીએ ઓચીતા છાતીમાં દુઃખાવો થતા પોતાના ઘરે ચાલી તેની પત્નીને જાણ કરતા બાદ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માં લઈ જતા ત્યાં ફરજ પરના ડોકટર સાહેબે મરણ ગયાનું જાહેર કરેલ છે.

ધ્રોલમાં દારૂની બોટલો સાથે બે શખ્સો ઝડપાયા

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૩–૧૯ના આ કામના આરોપી રોહનભાઈ રોહિતભાઈ સીગમોડે, નીશાંતભાઈ નંદલાલ યાદવ, રે. ધ્રોલ વાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જા ભોગવટાનો ઈંગ્લીશ દારૂ બોટલ નંગ–૧ર કિંમત રૂા.૬૦૦૦ તથા મોબાઈલ નંગ–ર, કિંમત રૂા.ર૦૦૦, તથા મોટરસાયકલ રજી.નં. જી.જે.૧૦–એ.જી.૩૧૭૭ સીડી ડીલક્ષ બ્લુ પટ્ટાવાળુ કાળા કલરનું કિંમત રૂા.૧૦,૦૦૦નું મળી કુલ રૂા.૧૮,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

 

 

(11:54 am IST)