Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ધોરણ ૧૦માં સારા ટકા લેવડાવી દઈશ - આલે ચોકલેટ... કહી

જેતપુરમાં વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર મેનેજીંગ ટ્રસ્ટીની સ્કૂલમાં જ ધોલાઈ

નવાગઢ, તા. ૨૦ :. જેતપુરની સ્પેસ સ્કૂલમાં સ્કૂલના મેનેજીંગ ડાયરેકટર દ્વારા ૭ થી ૮ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યાની જાણ થતા વાલીઓ સ્કૂલે એકત્ર થઈ ગયા હતા અને મેનેજીંગ ટ્રસ્ટી અરવિંદ સાવલિયાની સ્કૂલ કેમ્પસમાં જ ધોલાઈ કરતા પોલીસને બોલાવવી પડી હતી.  આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે.

સ્કૂલના મેનેજીંગ ડાયરેકટર દ્વારા વિદ્યાર્થીનીઓને જે જગ્યાએ સીસીટીવી કેમેરા નથી તે સ્પોર્ટસ રૂમમાં બોલાવી 'હું તને ધોરણ ૧૦માં સારા ટકા લેવડાવી દઈશ, આલે ચોકલેટ' તેવુ કહીને શારીરિક અડપલા કર્યા હતા.

જેથી વિદ્યાર્થીનીઓ દ્વારા આ અંગે વાલીઓને જાણ કરવામાં આવી હતી. જેથી વાલીઓ સ્કૂલ કેમ્પસ ખાતે દોડી ગયા હતા અને હોબાળો મચાવી ટ્રસ્ટીની ધોલાઈ કરી હતી. ત્યાર બાદ પોલીસને પણ બોલાવવામાં આવી છે. પોલીસે ટ્રસ્ટીની અટકાયત કરીને ફરીયાદની તજવીજ હાથ ધરી છે. આ દરમિયાન એક વિદ્યાર્થીનીના માતા બેહોંશ થઈ જતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સ્કૂલનું ડીવીઆર કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)
  • દિલ્હીમાં દિવસનું આ મહિનાનું રેકર્ડ ૩૨ ડિગ્રી આસપાસ અને રાત્રે ૧૫II ડિગ્રી આસપાસ ઉષ્ણતામાન access_time 3:54 pm IST

  • મેરે સભી હિન્દૂ ભાઈઓ ઔર બહેનોકો હોલી કી બધાઈ : હિન્દૂ સમુદાયને હોલી તહેવારની શુભકામના પાઠવતા પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાન : પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભૂતોએ પણ શુભકામના પાઠવી access_time 6:24 pm IST

  • છત્તીસગઢમાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કરીને કારને ઉડાવી : 9 લોકો ઘાયલ :નક્સલીઓએ હોળીના દિવસે આઈઈડી વિસ્ફોટ કરીને એક કારને ઉડાવી : બ્લાસ્ટને કારનો કચરઘાણ access_time 12:50 am IST