Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

જામનગરના આર્મી કેમ્પમાં બંદુકની ગોળી ખાઇને આપઘાત

જામનગર તા. ૨૦ : અહીં ૩૧ ઈન્ફન્ટ્રી બ્રિગેડ બ્રાવો કંપનીના બેરેકમાં રહેતા અરૂનભાઈ સેન્મપન વનીયર એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા.૧૯–૩–૧૯ ના વિશાખકુમાર પી., ઉ.વ.રપ, રે. ઈન્ફન્ટ્રી બ્રિગેડ આર્મી કેમ્પ, જામનગરવાળો કોઈપણ કારણસર પોતાની નોકરી ફરજ દરમ્યાન પોતાની પાસે રહેલ હથીયાર ઈન્સાસ રાયફલથી પોતાના પર ફાયરીંગ કરી લેતા મરણ ગયેલ છે.

બાળા સાથે અડપલા  થયાની ફરીયાદ નોંધાઈ

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૩–૧૯ના નાગરપરા શેરી નં.ર માં દિકરી ને આ કામનો આરોપી  રજનીકાંત પોટા રે. જામનગરવાળાની પૌત્રી મેઘનાબેના ઘરે ટયુશનમાં જતી હોય જયાં ભોગબનનાર વોશરૂમમાં જાય ત્યારે આ કામના આરોપી રજનીકાંત પાછળ પાછળ વોશરૂમમા જઈ અવાર – નવાર આ કામનો આરોપી રજનકાંત ભોગબનનાર બાળાને મારી નાખવાની ધમકીઓ આપી અવાર નવાર ધમકાવીને શારીરીક અડપલા કરી ચેનચાળા સતામણી કરેલ હોય ભોગ બનનાર બાળાની આબરૂ ઈજજત ઉતારવાના ઈરાદે આવુ કુકર્મ આચરી ગુનો કરેલ છે.

ફોરવ્હીલ ચાલકે મોટરસાયકલને ઠોકર મારતા મોત : એકને ઈજા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રવુભા જીતુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૩–૧૯ ના દાદરા ગામના પાટીયા પાસે આ કામના આરોપી ફોરવ્હીલ કાર નં. જી.જે.–૦૩–સી.ઈ.–૩૬૪૬ નો ચાલક તેની ફોરવ્હીલ કાર પુરઝડપે અને બેફીકરાઈથી અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી રવુભા ના ભાઈ વિક્રમસિંહ જીતુભા જાડેજાના મોટરસાયકલ નં. જી.જે.–૧૦–સી.કયુ.–૧૮૦૧ સાથે ભટકાડી એકસીડન્ટ કરી ઠોકર મારી ફરીયાદી રવુભાના ભાઈ વિક્રમસિંહ જીતુભા જાડેજાનું મોત નીપજાવી સાહેદ મનીશાબાને પગમાં તથા માથામાં ગંભીર ઈજા કરી પોતાની ગાડી મુકી નાશી જઈ ગુનો કરેલ છે.

(10:54 pm IST)