Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

જૂનાગઢમાં સોની યુવાનની એસિડ પી આપઘાતની કોશિષઃ પેૈસાની લેતીદેતીને લઇ પગલું ભર્યું

જૂનાગઢ તા.૨૦: ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતો હાર્દિક લાઠીગરા એક જવેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો જયાં તેનાં ઉપર ચોરીનો આરોપ મુકવામાં આવેલ. અને સોનાના દાગીનાની રૂ. ૨૫ લાખની લેતીદેતી બાબતે હાર્દિકના પિતા પાસેથી રૂ. ૭ લાખ ઉપરાંત વધુ પાંચ લાખની માંગણી કરવામાં આવેલ.

આ બાબતનું લાગી આવતા આ સોની યુવાને મરી જવા માટે ફિનાઇલ સાથે એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે ખસેડવામાં આવેલ.

આ સોની યુવકનું નિવેદન લઇ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)