Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ભાણવડ પંથકમાં નર્મદાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ : બતળિયા નેસ પાસે ત્રણ કલાક સુધી 10 ફૂટ પાણીના ફુવારા ઉડયા :હજારો લીટર પાણી વેડફાયું

દેવભૂમિ દ્વારકામાં ભાણવડ પંથકમાં નર્મદાના પાણીની લાઈનમાં ભાંગાણ થયું હતું બતળિયા નેસ પાસે નર્મદાની પાઈપ લાઈન તૂટી જતાં હજારો લીટર પાણી વેડફાયું હતું અને સતત ત્રણ કલાક સુધી 10 ફૂટ ઊંચા પાણીના ફૂવારા ઉડી રહ્યા હતા.જોકે પાણીની પાઈપલાઈન તૂટી જવા છતાં પણ તંત્ર દ્વારા તાત્કાલીક કોઈ કાર્યવાહી કરવામાં આવી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો .

(11:16 pm IST)