Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

જામનગર-પોરબંદરમાં વેટના દરોડા શરૃઃ પાન-મસાલાના ધંધાર્થીઓ ઝપટે

ડીવીઝન-૧૦ના લાડુમોરનું ઓપરેશનઃ વર્કર્સ કોન્ટ્રાકટરને ત્યાં પણ તપાસ

રાજકોટ તા. ર૦:.. આ લખાય છે ત્યારે બપોરે ર થી રાા વાગ્યાથી જામનગર અને પોરબંદરમાં ત્રણ સ્થળે રાજકોટ વેટના ડીવીઝન-૧૦ ની ટીમો દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છે.

જામનગરમાં પાન-મસાલા-તમાકુના બે મોટા વેપારીને ત્યાં અને પોરબંદરમાં એક  વર્કર્સ કોન્ટ્રાકટરને ત્યાં ડીવીઝન-૧૦ ના ડે. કમીશ્નર શ્રી લાડુમોરે ઓપરેશન હાથ ધર્યુ છે, પાન-મસાલામાં ર૭ ટકા જીએસટી છે, મોડી રાત સુધી તપાસ ચાલશે. તેમ સુત્રોએ ઉમેર્યુ હતું.

(4:21 pm IST)