Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

નવા આગરીયા ગામના ખેડૂતની વાડીમાં સિંહ પરિવારનું રહેણાંક હોવાથી હિંસક હુમલાની દહેશતઃ ભયનો માહોલ

અમરેલી તા. ૨૦ :રાજુલા તાલુકા ના નવા આગારીયા વિસ્તાર માં આવેલ ગૌતમભાઈ ખુમાણની વાડીમાં કપાસ વીણવા માટે રપથી વધુ મજૂરો કામ કરે છે જે સિંહો આવી સડતા ભય નો માહોલ ઉભો થયો છ.ે સિંહો હુમલો કરે તેવી આ વિસ્તાર માં દહેશત ના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોએ રાજુલા વનવિભાગ ને જાણ કરી તેમ છતાં અહીં કોઈ અધિકારી કર્મચારી ઓ દ્વારા નકર પગલાં નહીં ભરતા રોષ ફાટી નીકળ્યો છે ખેડૂતોની માંગ છે સિંહોને તાત્કાલિક વાડી થી દૂર ખસેડવા માં આવે તેવી ગામ લોકો એ માંગ કરી છે તેમ છતાં કર્મચારી ઓ કામચોર બન્યા હોય તે પ્રકારનું વર્તન અહીં કરી રહ્યા છે બીજી તરફ એક સાથે ૬ સિંહોનું ટોળું સાથે સાથે સિંહ બાળ પણ અહીં વાડી વિસ્તાર માં વસવા હોવાનું જાણવા મળી રહ્યુંું છે.

વનવિભાગ તાત્કાલિક સિંહોને દૂર નહીં ખસેડે તો વનવિભાગની કચેરી સામે ધરણા શરૂ કરવાની માંગ કરવા માં આવી છે અહીં સિંહો દરોજ પાણી ની કુંડી માં પાણી પીવા આવે  છે અને અડિંગો જમાવે છે તેમ છતાં અહીં ના સ્થાનિક કર્મચારીઓ ઘ્યાન નહીં દેતા હોવાને કારણે લોકો માં વધુ રોષ જોવા મળી રહ્યો છે ગામ ના ખેડૂતો સહીત આસપાસ વાડી વિસ્તાર ના લોકો હિજરત કરે તે પ્રકારની દહેશત ઉભી થઈ છે. વનવિભાગ ગંભીરતા પૂર્વ કામ નહિ લે તો આવનારા દિવસો માં વનવિભાગ ની મુશ્કેલી વધે તે પ્રકારનું આયોજન જોવા મળી રહ્યું છે બીજી તરફ જિલ્લા ના ડીએફઓ સહીત અધિકારીઓ દ્વારા અહીં તપાસ કરી સિંહોને દૂર ખસેડવા લોકો એ માંગ કરી છે. સિંહોનો વસવાટ દિવસે દિવસે આ વિસ્તારમાં વધી રહ્યો છે સાથે સાથે ખેડૂતો ની મુશ્કેલી માં પણ વધારો જોવા મળી રહ્યો છે હાલમાં ખેડૂતોની સીઝન ચાલુ હોય તેવા સમયે કપાસ સહીતની ખેતીવાડી માં કામ ચાલુ હોય ખેડૂતો જોતરાયેલા હોય તેવા સમયે સિંહો ના આતંક થી સમગ્ર ખેડૂતો આંદોનલ ધરણા સહીતના કાર્યક્રમો કરવાનું આયોજન થઈ રહ્યું છે.(૨૧.૨૮)

(2:40 pm IST)