Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

આદ્રી ગામે ૧૫ વર્ષના વિદ્યાર્થીનો આપઘાત

વેરાવળ, તા. ૨૦ :. તાલુકાના આદ્રી ગામે ધો. ૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ભણવું પસંદ ન હોય તેથી બારણુ બંધ કરી આપઘાત કરી લીધેલ છે.

પ્રભાસપાટણ પોલીસે જણાવેલ હતુ આદ્રી ગામે રહેતા રવિ રામ સોલંકી (ઉ.વ.૧૫) ધો. ૧૧માં અભ્યાસ કરતો હોય તેને ભણવું ગમતુ ન હોય તેથી પરિવારજનો તરફથી ભણવા માટે અવારનવાર કહેતા લાગી આવતા ઘરનો દરવાજો બંધ કરી દોરી ગળામાં નાખી ગળાફાંસો ખાઈ જતા મૃત્યુ પામેલ છે. આ બનાવ બનતા નાનકડા એવા આદ્રી ગામમાં અરેરાટી વ્યાપેલ છે.

(2:39 pm IST)