Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

દ્વારકામાં ટ્રેલરની ઠોકરે ૯ વર્ષની કુબરાને ભેટયો 'કાળ'

શાળાએથી ચાલીને ઘેર જતી'તી ત્યારે જ જીવેલણ અકસ્માત

ખંભાળિયા તા.૨૦: દ્વારકા ખાતે ચાલીને શાળાએથી ઘેર જતી બાળાને માતેલા સાંઢની માફક ઘસી આવેલા ટ્રેલરના ચાલકે ઉલાળતા 'કાળ'નો કોળીયો બની ગઇ હતી. જીવલેણ અકસ્માતને પગલે તેના પરિવારજનોમાં કલ્યાંત પ્રસરી જવા પામ્યો છે.વિગત મુજબ દ્વારકા ના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા કાસમભાઇ હાજીમુસા ઢોકીની પૌત્રી કુબાર (ઉ.૯) શાળાએથી ચાલીને ઘેર જતી હતી ત્યારે ટ્રેલર આર.જે.૯ જી.સી.૭૫૭૨ના ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાથી કુબરા કરૂણ મોતને ભેટી હતી.આ અંગે ભોગ બનનાર બાળાના દાદાની ફરીયાદ પરથી પોલીસે ટ્રેલર ચાલક સામે ગુન્હો નોંધી તપાસ આગળ ધપાવી હતી.

(11:55 am IST)