Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

જામનગરઃ મહિલા તબીબનું સન્માન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા સંમેલનમાં પડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મહિલા તબીબ ડો.બાસ્વદત્તાનાથનું ઔદ્યોગીક કઠીન વિસ્તારમાં અવિરત રપ વર્ષથી આરોગ્યસેવાઓ ક્ષેત્રે ખંતપુર્વક નિષ્ઠાથી સેવા બજાવવા બદલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો.સ્મિતા શાહનું સન્માન મંત્રીશ્રી આર. સી. ફળદુ તથા સાંસદ પુનમબેન માડમ દ્વારા કરવામાં આવેલ. આ તકે સમગ્ર  જિલ્લામાં વધુમાં વધુ સંસ્થાકીય પ્રસુતિ દ્વારા માતામરણ અને બાળમરણ અટકાવવા માટે હડીયાણા આરોગ્ય કેન્દ્રના સ્ત્રી આરોગ્ય કાર્યકર શ્રીમતી એ. જી. ચુડાસમા તથા જામ વંથલી આરોગ્ય કેન્દ્રના શ્રીમતિ શોભનાબેન જોગીયાને પણ ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી જામનગર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

(11:44 am IST)