Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

જામકંડોરણામાં ગોવિંદભાઇ રાણપરીયાનું સ્વાગત

જામકંડોરણા :.. રાજકોટ જીલ્લા ડેરીના ચેરમેન પદની ચૂંટણીમાં ચેરમેનપદે બીન હરીફ ચૂંટાયેલા ગોવિંદભાઇ રાણપરીયા માદરે વતન જામકંડોરણા આવ્યા ત્યારે હારતોરા કરી સ્વાગત સન્માન કરાયુ હતું તે પ્રસંગની તસ્વીરમાં ઉપસ્થિત યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, કરણસિંહ જાડેજા, વજુભાઇ સતાસીયા, બેલડાના સરપંચ હરીભાઇ ઘાડીયા, સાજડીયાળીના સરપંચ કલ્પેશભાઇ રાણપરીયા, પ્રવિણભાઇ લાખાણી, જામકંડોરણાના સરપંચ જસમતભાઇ કોયાણી સહિતના દર્શાય છે.

(11:41 am IST)