Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

વાંકાનેરમાં દબાણ હટાવઝુંબેશ...નાના રસ્તા પહોળા, ટ્રાફિક સમસ્યા ઉકેલાઇ

વિવિધ વિસ્તારોમાં કામગીરી ચાલુ રાખવા પાલિકાની તૈયારી

વાંકાનેર તા.૨૦: અહીયા છેલ્લા દોઢેક દાયકા પછી નગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ આદરતાની સાથે જ અત્યાર સુધી નાના નજરે પડતા રસ્તા 'પહોળા' થતા જ ટ્રાફિક સમસ્યા ઉકેલાઇ રહી છે.

આ અંગે શહેરીજનોમાં ચર્ચાતી વિગતોનુસાર શહેર આશરે ૧૭ વર્ષ પહેલા પીઆઇ શ્રીવાસ્તવ દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ લારી ગલ્લા,દબાણો હટાવાયા હતા,,

હાલમાં પણ ચીફ ઓફિસર શ્રી સરૈયા શહેર પીઆઇ શ્રી વાઢીયા પીએસઆઇ શ્રી જાડેજા સહિતના દ્વારા ડેમોલિશન કાર્યવાહી યથાવત હોઇ, દબાણ કર્તાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે... એવી જરીતે શહેરીજનોમાં ટ્રાફિક સમસ્યા ઉકેલાયાની રાહત સાથે આનંદની લાગણી પ્રસરવા લાગી છે.

સમગ્ર શહેરભરમાંથી ટ્રાફિક સમસ્યાને હેમશ માટે દૂર કરી દેવાના નિર્ધાર સાથે આગળ વધી રહેલી દબાણ હટાવ ઝુંબેશથી અત્યાર સુધી નાના દેખાતા રસ્તાઓ દબાણ મૂકત થતા જ પહોળા દેખાવા લાગ્યા છે.

તો વળી, કેટલાક જાગૃત નાગરિકોમાં એવું પણ સંભળાઇ રહ્યુ છે કે, નગરપાલિકા દ્વારા હજૂ પણ વિવિધ વિસ્તારોમાં તપાસ કરી જયા-જયા જરૂર હોય ત્યાં ત્યાં તમામ રસ્તા ઉપરથી દબાણ હટાવવા જરૂરી છે.

દરમિયાન ચિફ ઓફિસર શ્રી સરૈયાના જણાવ્યાનુસાર ડેમોલિશનની કામગીરી આગળ વધતી જશે તેમ-તેમ ગ્રીન ચોક, રામકૃષ્ણનગર, નવાપરા, મીલપ્લોટ, વીશી સુધી વિસ્તારોમાં દરેક અડચણો દૂર કરી દેવાશે.

(11:29 am IST)