Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સાવરકુંડલાના ગોરખવાળા નજીકની નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ:હજારો લીટર પાણી વેડફાયું

 

અમરેલી :રાજ્યમાં ભયંકર જળસંકટના ઝળુંબતાં ખતરા વચ્ચે અમરેલીના તંત્રની ઘોર બેદરકારી બહાર આવી છે ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.સાવરકુંડલાના ગોરખવાળા નજીકની જ્યાં નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં હજારો લિટર નર્મદાનું પાણી વેડફાય રહ્યું છે.વિધાનસભા ગૃહથી માંડીને ઘર-ઘર સુધી પાણીનો પોકાર છે.અને એક-એક બેડા પાણી માટે લોકો રઝળપાટ કરી રહ્યા છે. તો ક્યાંય તો પાણી માટે પાતાળ ખોદવાનો વારો આવ્યો છે ત્યારે નર્મદાની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાઈ રહયું છે ઉનાળાના  કેનાલોના કામમાં વારંવાર ભ્રષ્ટાચારના ગાબડા પડી રહ્યા છે. બીજી તરફ તંત્ર ભ્રષ્ટ કોન્ટ્રાકટરોની સામે કાર્યવાહીના બદલે સબ સલામતીના ગાણાં ગાઇ રહ્યું છે.

(12:54 am IST)