Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેના ૩ પુત્રોને મારામારીના કેસમાં ૧ વર્ષની સજા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૦ :. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય અને તેના ૩ પુત્રોને મારામારીના કેસમાં મેંદરડા કોર્ટ દ્વારા ૧ વર્ષની સજા અને ૫૦૦૦નો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના કાઠીના અમરાપુર ગામે મુગર મામદભાઈને ચૂંટણીના દિવસે ૨૦૦૮માં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેના ૩ પુત્રો ભરતભાઈ, મનોજભાઈ અને જેન્તીભાઈએ માર માર્યો હતો. જેની સામે મુગરભાઈએ કોર્ટમાં કેસ કર્યો હતો.

આ કેસ આજે ચાલી જતા ભીખાભાઈ જોશી સહિત ત્રણેય પુત્રોને ૧ વર્ષની સજા અને ૫ - ૫ હજારનો દંડ ફટકાર્યો છે.

(3:18 pm IST)