Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

પોરબંદરમાં દુકાનદારની નજર ચુકવીને ર મહિલાએ ૧.૩૦ લાખની રોકડ સાથેનો થેલો લઇ રફુચક્કર

(પરેશ  પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૦: સત્યનારાયણ મંદિર પાસે મેડીકલ સ્ટોરમાં ર મહીલાઓએ દુકાનદારની નજર ચુકવીને ૧,૩૦ લાખની રોકડ સાથેનો થેલો લઇ રફુચક્કર થઇ ગઇ હતી.

એમ.જી.રોડ ઉપર સત્યનારાયણ મંદિર પાસે મેડીકલ સ્ટોરને રાત્રે બંધ કરવાની તૈયારી કરી રહેલ સુરેશભાઇ તકવાણી પાસે ર અજાણી મહિલાઓ દવા લેવા આવી હતી અને સુરેશભાઇ સ્ટોરની અંદર દવા લેવા ગયેલ ત્યારે કાઉન્ટર ઉપર ૧.૩૦ લાખની રોકડ ભરેલો થેલો ઉઠાવીને ર અજાણી મહિલા રફુચક્કર થઇ ગઇ હતી.

બંન્ને અજાણી મહિલાઓની શોધખોળ કરવા છતા મળી નહી આવતા સુરેશભાઇએ પોલીસને જાણ કરી છે.

શહેરમાં ત્રણેક દિવસ પહેલા સુતારવાડામાં રાત્રીના સમયે બે મહિલાઓ એક દુકાનમાં આવી હતી. જેમાં એક મહીલા બહાર ઉભી રહીને ધ્યાન રાખતી હતી અને બીજી મહિલાએ કાઉન્ટર ઉપર રોકડ સાથેનું પર્સ લઇને ભાગવા જતા પર્સ પડી ગયું હતું બન્ને મહિલા નાસી ગયેલ અને પર્સ પડી જતા વેપારીની રોકડ બચી ગઇ હતી.

(12:42 pm IST)