Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

લોધીકાના ખીરસરા પાસે કારમાંથી ૧ર૬ બોટલ દારૂ પકડાયોઃ ચાલક છૂ

પોલીસે પીછો કરતા ચાલક કાર રેઢી મુકી છનન

રાજકોટ, તા., ૨૦: લોધીકાના ખીરસરા ગામ પાસે કારમાંથી ૧ર૬ બોટલ દારૂનો જથ્થો  પોલીસે ઝડપી લીધો હતો. જો કે કાર ચાલક નાસી છુટયો હતો.

લોધીકાના પીએસઆઇ એચ.એમ. ધાંધલ  તથા પો.કો.લગધીરસિંહ જાડેજા સહીતનો સ્ટાફ ખીરસરા પાસે પેટ્રોલીંગમાં હતો ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલ એસેન્ટ કાર નં. જી.જે. ૦૧ એચ.જી.ર૧૩૯ને રોકતા તે નાસી છુટતા પોલીસે કારનો પીછો કરતા ચાલક કાર રેઢી મુકી નાસી છુટયો હતો. પોલીસે કારની તલાશી લેતા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૧ર૬ કિ. ૬૩૦૦૦નો જથ્થો મળી આવતા કારચાલક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)