Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

જેતપુરના પેઢલાની સીમમાં જુગારધામ ઝડપાયું : છ શકુનિઓ પકડાયા : 1.20 લાખની રોકડ સાથે 2.29 લાખનો મુદ્દામાલ કબજે

જુનાગઢ મધ્યસ્થ જેલના વચગાળાના જામીન પરથી ફરાર પાકા કામના કેદી લાલજીભાઈ કલાભાઈ પરમારને એલસીબીએ ઝડપ્યો

રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પેઢલા ગામની સીમમાંથી તીન પત્તીનો જુગાર રમતા છ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા ગાંડુ ભાઈ ધનજીભાઈ લાડાણી, જયેશભાઈ વસંતભાઈ જયસ્વાલ, ભરતભાઈ કેશુભાઈ માલવિયા, હરિભાઈ રવજીભાઈ ધામી, અતુલભાઇ મનુભાઈ કોઠારી સહિતનાઓ ને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. તો સાથે જ 1.20 લાખની રોકડ સાથે 2.29 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જુનાગઢ મધ્યસ્થ જેલના વચગાળાના જામીન પર થી ફરાર પાકા કામના કેદી લાલજીભાઈ કલાભાઈ પરમારને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પી.એસ.આઇ. વી.એમ. કાલોદરા અને તેમની ટીમને બાતમી મળી હતી કે જુનાગઢ મધ્યસ્થ જેલમાંથી જામીન મેળવી પરત જેલ ખાતે લાલજીભાઈ પરમાર નામનો આરોપી હાજર નથી થયો

જે પોતાના ઘરની આસપાસ ફરી રહ્યો છે. ત્યારે એલસીબીની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા આરોપી મોટી પાનેલી બસ સ્ટેશન પાસેથી ઝડપાઈ જતા તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(10:57 pm IST)
  • રાકેશ ટિકૈતે કહ્યું દિલ્હીની સીમાઓ પર આંદોલન સતત ચાલતો રહેશે:ગરમી હોય અથવા વરસાદ. ગર્મીઓમાં બોર્ડર પર જનરેટર લગાવવામાં આવશે.:આંદોલન સ્થળ જ અમારૂ ઘર છે. સરકાર અમને વિજળી ક્નેક્શન આપે, નહીં તો અમારે અહીં મજબૂરીમાં જનરેટર લગાવવા પડશે : ટિકૈતે કહ્યું કે, પહેલા યૂપી સરકાર પાસે વિજળીનું કનેક્શન માંગવામાં આવશે અને ફરીથી દિલ્હી સરકાર પાસે માંગણી કરવામાં આવશે access_time 1:15 am IST

  • કર્ણાટકના રાજયપાલ અને રાજકોટના વતની વજુભાઈ વાળા મતદાન કરવા કાલે રાજકોટ આવી રહ્ના છે access_time 12:01 pm IST

  • લાલ કિલ્લા હિંસાનો આરોપી લખ્ખાની દિલ્હી પોલીસને ખુલ્લી ચેલેન્જ : ફેસબુક વિડિઓ જારી કરીને મોટું એલાન કર્યું : હિંસાના માસ્ટર માઈન્ડ લાખા સીંધનાએ ભડકાઉ વિડિઓ જારી કરીને દિલ્હી પોલીસને પડકાર ફેંકતા 23મી ફેબ્રુઆરીએ વધુ એક પ્રદર્શન કરવા એલાન કર્યું : આ વિડીઓમાં તે પંજાબના યુવાઓને 23મીએ એકત્રિત થવા પણ કહી રહયો છે access_time 11:34 pm IST