Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

સાવરકુંડલાના લુવારામાં મહિલા સાથે ગેરશિસ્ત બદલ પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

અમરેલી - ભાવનગર, તા.૨૦: અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે મહિલા સાથે અશોભનિય વર્તન તેમજ ગેરશિસ્ત આચરવા બદલ પોલીસ હેડ કોન્સ્ટેબલને ભાવનગર રેન્જ વડાશ્રીએ ફરજ મોકુફ કર્યા છે.

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના લુવારા ગામે અશોકભાઇ જૈતાભાઇ બોરીચા વોન્ટેડ હતા તેઓની ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચ તથા SOG લુવારા ગામે તા.૨૬-૧-૨૦૨૧ના રોજ રેડ કરવા ગયેલ હતા. તે દરમ્યાન અમરેલી જિલ્લાના SOG ખાતે ફરજ બજાવતા પોલીસ હેડો કોન્સ્ટેબલ સંજયકુમાર ગીગાભાઇ પરમાર બ.નં.૭૨૯નાઓએ અશોકભાઇ જૈતાભાઇ બોરીચાના બહેન હેમુબેન દિનેશભાઇ વાસ્તુભાઇ ખાચરનાઓ સાથે અશોભનિય વર્તન કર્યુ હતુ. શિષ્તબધ્ધ પોલીસ ખાતાના સભ્ય હોવા છતાં હેમુબેન સામે ગેરશિસ્ત આચરી, અશોભનિય વર્તન કરી ફરજમાં નિષ્કાળજી અને ગેરશિસ્ત દાખવેલાનું જણાઇ આવેલ હોય તેઓએ ગુજરાત રાજય સેવા વર્તૂણંક નિયમોનો  ભંગ કરાવીને કસૂર કરેલ હોય જે કસુર સબબ પોલી હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર ગીગાભા પરમાર સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા સમગ્ર બાબતને ધ્યાનમાં લઇ ભાવનગર રેન્જ વડા અશોકકુમાર IPS નાઓ દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર ગીગાભાઇ પરમારને સસ્પેન્ડ કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(12:41 pm IST)