Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મોરબીની બીઓબીમાંથી છ લાખની લૂંટ કરીને ફરાર લૂંટારુઓ કાર સાથે હળવદના ચુપણી ગામેથી ઝડપાયા

સમગ્ર જિલ્લામાં નાકાબંધી બાદ ગણતરીની કલાકોમાં સ્વીફ્ટ કારમાંચાર શખ્શોને દબોચી લીધા

મોરબીમાં બેંક ઓફ બરોડામાંથી  6 લાખની લૂંટ ચલાવનાર  લૂંટારૂઓને સ્વીફ્ટ કાર સાથે હળવદ તાલુકાના ચુપણી ગામે થી ઝડપી લેવામાં આવ્યાનું જાણવા મળે છે 

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી બેંકમાં  પાંચ લૂંટારૂઓએ રૂ. 6 લાખની લૂંટ ચલાવી હતી. મોરબી જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી અને ગણતરીની કલાકોમાં લૂંટારૂઓને હળવદ તાલુકાના ચુપણીના  વિસ્તારમાંથી પકડી પાડેલ છે હાલ તો કોઈ વધુ વિગતો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી. 

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી ટીમ બેન્કે દોડી ગઈ હતી અને ઘટનાની તપાસ ચલાવી હતી તેમજ લૂટારૂઓને ઝડપી લેવા સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ ચલાવી હતી અને લૂટારૂઓ સ્વીફ્ટ કારમાં હળવદ તરફ નાસી ગયાનું જાણવા મળતા પોલીસે પીછો કર્યો હતો અને ગણતરીની કલાકોમાં હળવદ નજીકથી ચાર શખ્શોને ઝડપી લીધાનું જાણવા મળેલ છે

(9:28 pm IST)