Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

શિવરાત્રી મેળામાં સતાધાર ધામ અને આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા સંચાલિત અન્નક્ષેત્રમાં સંતોનો ભંડારો

જુનાગઢ : મહાશિવરાત્રી મેળામાં છેલ્લા ૪ વર્ષથી સતાધાર ધામ અને આપાગીગાનો આટલો ચોટીલા દ્વારા લાલ સ્વામી આશ્રમની બાજુમાં ૧૦ વિઘાની વિશાળ જગ્યાએ જાહેર અન્નક્ષેત્ર શરૂ કરાયું છે. જેમાં ચોખ્ખા ઘીનો શિરો, મોહનથાળ, ગુંદી-ગાઠીયા, શાક, રોટલી-રોટલા, કઢી, ખીચડી, દાળ, ભાત સહિત પીરસવામાં આવે છે. જેમાં આજે મેળાના ૪ થા દિવસે સાધુ સંતોનો ભંડારો રાખવામાં આવેલ જેમાં અસંખ્ય સાધુસંતો બહોળી સંખ્યામાં ભોજનપ્રસાદ લીધો હતો અને પૂ. નરેન્દ્રબાપુ દ્વારા સંતોને તેમજ દિકરીઓને ભેટપુજા અર્પણ કરવામાં આવેલ આ તકે લાલસ્વામી આશ્રમના મહંત પૂ. હરીગીરીબાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા)

(3:41 pm IST)