Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

રીક્ષામાં બેસાડી મુસાફરોને ખંખેરી લેતી રાજકોટની તસ્કર ત્રિપુટી ઝબ્બે

જુનાગઢના ત્રણ અને જામનગરની બે ઘટનાનો પર્દાફાશઃ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા

જુનાગઢ તા. ર૦ : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંગની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ માર્ગદર્શન હેઠળ જીલ્લામાં મિલ્કત સબંધી ગૂન્હાઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જેથી આવા ગુન્હાઓ બનતા અટકાવવા ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ ઇન્સ. આર.સી.કાનમિયા તથા પો.સ.ઇ. આર.કે.ગોહિલ તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય અને ચોરી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં રહી તેમજ બનાવવાળી જગ્યાની આસપાસના સીસી ટીવી કુટેજ આધરે તપાસ કરતા હતા.

આ ગુન્હાના કામે વપરાયેલ રીક્ષા નંબર જીજે-૦૩-એડબલ્યુ-૧૯૮૪ ની સંડોવાયેલ હોવાનું જાણવા મળતા સદરહું રીક્ષાની તપાસ કરતા ખાનગી રાહે શબ્બીરખાન બેલીમ તથા વિક્રમભાઇ ચાવડા તથા પો.કોન્સ. સાહીલભાઇ સમાને હકીકત મળેલ કે, સદરહું રાજકોટની છે અને આ રીક્ષા કાળુ મેઘજી રાઠોડ રહે. રાજકોટ વાળો ચલાવે છે. જેથી રાજકોટ ખાતે જઇ ઉપરોકત રીક્ષા તથા તેના ચાલકની તપાસ કરતા રીક્ષા ચાલક રીક્ષા ાસથે રાજકોટ બેડીપરા ફાયર સ્ટેશન પાસેથી મળી આવેલ અને આ રીક્ષામાં પાછળની સીટમાં જે અજાણ્યા સ્ત્રી-પુરૂષ બેસેલ હતા.જેઓને ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ ખાતે લાવી યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપેલ જેથી પકડાયેલ આરોપીઓને સીઆરપીસીક ૪૧(૧) એ મુજબ અટક કરી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની આગળની કાર્યવાહી અર્થે સોપવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓ કાળુભાઇ મેઘજીભાઇ રાઠોડ કોળી ઉ.ર૬ રહે. ચુનારાવાડ ચોક ગોપાલ પેટ્રોલ પંપ સામે લાખાજીરાજ ઉદ્યોગનગર રાજકોટ. મગનભાઇ જેરામભાઇ સોલંકી દે.પુ.ઉ.૬૭ ધંધો મજુરી રહે રાજકોટ ચુનારાવાડ શેરી નંબર પ, ચંદ્રીકા ઉર્ફે ચંદાબેન દિનેશભાઇ કાળુભાઇ પરમાર દે.પુ.ઉ.૪પ ધંધો મજુરી રહે. રાજકોટ, કુબલીયાપરા શેરી નં.પ, નવલખી માના મંદિર પાસે મુળગામ કોઠી તા.જસદણ પાસેથી બજાજ કંપનીની કાળા કલરની ઓટો રીક્ષા નં. જી.જે.૦૩-એડબલ્યુ-૧૯૮૪ કિ. રૂ.૩પ૦૦૦ રોકડા રૂપિયા ર૬,૦૦૦ કબ્જે થયેલ છે

આ કામના આરોપીઓ બે પુરૂષ તથા એક મહિલા રીક્ષામાં પેસેન્જર તરીકે બેસી અન્ય પેસેન્જરોને બેસાડી તેની નજર ચુકવી રોકડા રૂપિયા દરદાગીના ખીસ્સામાંથી ગળામાંથી નજર ચુકવી સેરવી લઇ ગુન્હો કરવાની મોડસ ઓપરેડેન્સી ધરાવે છે.

આજથી  આઠેક માસ પહેલા ચંદા તથા મગનભાઇ તથા તેનો દિકરો ચમન તથા ધનાભાઇ રીક્ષા વાળા એમ ચારેય જણા જુનાગઢ આવેલ હતા અને દામોકુંડ વાળા રસ્તે એક માણસને રીક્ષામાં બેસાડેલ અને સોનાપુરી સ્માશાન પાસે પહોચતા તેના પાકીટની ચોરી કરેલ હતીઅનેતે પાકીટમાંથી ૧૮૦૦ નીકળેલ હતા.

ચારેક માસ પહેલા ચંદા તથા મગનભઇ તથા તેનો દિકરો ચમન તથા ધનાભાઇ રીક્ષાવાળા એમ અમો ચારેય જુનાગઢ આવેલ હતા અને કાળવા ચોકમાંથી એક ભાઇને રીક્ષામાં બેસાડેલ દાતાર રોડ પર આવેલ ત્થા આગળ ચોકમાંથી તેના ખીસ્સામાંથી પાકીટની ચોરી કરેલ જેમાંથી ૩૦૦૦ રૂપિયા નીકળેલ.

ચારેક માસ પહેલા ચંદા તથા મગનભાઇ તથા તેનો દિકરો ચમન તથા ધનાભાઇ રીક્ષાવાળા એમ અમો ચારેય જુનાગઢ આવેલ હતા અને તળાવ દરવાજા રોડ પર તળાવ પાસે એક ભાઇને રીક્ષામાં બેસાડેલ અને તેના ખીસ્સામાંથી પાકીટની ચોરી કરેલ જેમાંથી ૪૦૦૦ રૂપિયા નીકળેલ હતા.આશરે સાતેક માસ પહેલા ચંદા તથા મગનભાઇ તથા તેનો દિકરો ચમન તથા ધનાભાઇ રીક્ષાવાળા એમ અમો ચારેય જામનગર આવેલ હતા અનેએક ભાઇને રીક્ષામાં બેસાડેલ અને તેના ખીસ્સામાંથી પાકીટની ચોરી કરેલ જેમાંથી ૧૦૦૦ રૂપિયા નીકળેલ હતા અને મોબાઇલની ચોરી કરેલ હતી.આશરે ૧પ દિવસ પહેલા ચંદા તથા કાળુ તથા મગનભાઇ જામનગર કાળુની રીક્ષા લઇ ગયેલ અને ગુલાબનગરથી બસ સ્ટેન્ડ વચ્ચે એક ભાઇને રીક્ષા બેસાડી ખીસ્સામાંથી ૧૦૦૦ રૂપિયાની ચોરી કરેલ. તા.૧૪/ર/ર૦ર૦ ના રોજ કાળુ તથા ચંદા તથા મગન રીક્ષા લઇ સુરેન્દ્રનગર ગયેલ ત્યાં રીક્ષામાં ચાર પેસેન્જર અલગ-અલગ જગ્યાએ બેસાડેલ પણ કોઇ ચોરી કરેલ નથી.

(4:10 pm IST)