Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

પોરબંદર પાસે પાંડવકાળના સમયના ચાડેશ્વર મંદિરને રક્ષીત કરવાની જરૂર

મંદિરની બેનમૂન કોતરણીઃ વર્ષો પહેલા નવપરીણિત યુગલો શિવરાત્રીએ દર્શન કરવા આવતાઃ આજે પ્રથા ભૂલાઈ

પોરબંદર, તા. ૨૦ :. છાયા અને રતનપર જવાના રસ્તે સૌરાષ્ટ્ર કેમીકલ્સ પાછળ આવેલ ચાડેશ્વર મહાદેવનું પ્રાચીનકાળનું મંદિર આવેલ છે. પાંડવકાળ સાથે સંબંધ યા રામાયણકાળ સાથેનો સંબંધ હોવાની લોક માન્યતા ધરાવે છે. વિવિધ દંતકથાઓ પ્રચલીત છે. ઈતિહાસ પ્રેમી નરોતમભાઈ પલાણે ચાડેશ્વર મહાદેવ સંબંધે પ્રકાશ પાડેલ છે. અહીં હનુમાનજીના માતુશ્રી માતા અંજલીનું મંદિર આવેલ છે. હાલ તેમા મૂળ પ્રતિમા નથી, પરંતુ શકિતની પ્રતિમા છે. શિવભકતો શાંત વાતાવરણમાં આ મંદિરે પૂજા અર્ચન-અનુષ્ઠાન કરે છે. પથ્થરનું બનેલ મંદિર છે. લાકડાનો ઉપયોગ થયેલ જણાતો નથી. બાજુમાં વાવ પ્રાચીન મંદિર આવેલ છે. કોતરણીથી ભરપુર છે, પરંતુ તે રક્ષીત જણાતી નથી. તેમને ગાળવામાં આવેલ તો પાણી પીવાલાયક બને.પચાસ વરસ પહેલા નવપરણિત યુગલો અને તેના પરિવારો ખાસ શિવરાત્રીના દિવસે ગાડા કરી ચાડેશ્વર મેળામાં આવતા આખો દિવસ રોકાતા ઘરેથી ફુળહાર કે અન્ય ભોજન સાથે લાવી જંગલમાં મંગલ બનાવી શિવરાત્રી મેળાને માણતા સર્વે જ્ઞાતિઓ આ મેળો માણતી. હાલ પરિવર્તન આવી ગયેલ છે. આધુનિકતા આવી ગયેલ છે. અફસોસ એ છે કે પોરબંદરની જૂની રાજધાની છાંયા હાલ છાંયા પોરબંદરની ઉપનગરી શહેરની ઓળખ ધરાવે છે. તંત્ર વિકાસમાં રસ લેતુ નથી. શિવરાત્રીએ પૂજન માટે ભાવિકો આવે છે.ચાડેશ્વર મંદિર સામેના ખેતરમાં ઢીંગેશ્વર મહાદેવનુ પ્રાચીન મંદિર આવેલ છે. આ મંદિરના પટાંગણમાં એક સાધુની સમાધિ પણ આવેલ છે. જે ચલતી હોવાની માન્યતા ધરાવે છે. માન્યતા છે કે કયારેક દર્શન આપે છે. દંતકથા એવી છે કે, આ સાધુ નવીબંદર હતા ત્યાંથી અહીં આવી રોકાયેલ સમાધી લીધેલ હતી.

(1:02 pm IST)