Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

૪ દિ' સુધી પતિનો મૃતદેહ ઘરમાં લટકતો રહ્યો છતા પત્નીએ પોલીસને જાણ ન કરી ! ગોંડલની ઘટના

તીવ્ર દુર્ગધ આવતા પાડોશીઓએ જાણ કરતા પોલીસે બારણુ તોડતા મનોરોગી પત્નીએ ગેટઆઉટ કહ્યું: ગૃહ કંકાસ અને આર્થિક ભીંસની કંટાળી ઉછંગરાયની જાનીનો આપઘાત

ગોંડલ,તા.૨૦: ગોંડલમાં નિવૃત જીવન નિર્વાહ કરતા વૃધ્ધે પોતાના ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધા બાદ તેનો મૃતદેહ ૪ દિ' સુધી લટકતો રહ્યા છતા મનોરોગી પત્નીએ પોલીસને જાણ ન કરતા અંતે તીવ્ર દુર્ગધ આવતા પડોશીઓએ પોલીસને જાણ કરી હતી.

અરેરાટી ભરી આ ઘટનાની વિગત એવી છે કેઆશાપુરા સોસાયટીમાં રહેતા ઉછંગરાય જયાનંદભાઈ જાની (ઉંમર વર્ષ ૬૮) પોતાના ઘરે પંખા સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લેતા પોલીસ ઇન્સ્પેકટર રામાનુજ સહિતના સ્ટાફે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

પોલીસસૂત્રોએ ઘટના અંગે જણાવ્યું હતું કે મૂળ કોડીનાર તાલુકાના અને છેલ્લા આઠ-દસ વર્ષથી ગોંડલ રહેતા વૃદ્ઘ દંપતિ નીસંતાન હતું અને તેના પત્ની માનસિક બીમાર છે વૃદ્ઘે ત્રણ ચાર દિવસ પહેલા ગળાફાંસો ખાઇ લીધો હોય લાશ વિકૃત થઇ જવાં પામી હતી. મૃતક નાં પત્ની માનશીક બિમાર હોય વિપ્ર વૃધ્ધે ગળાફાંસો ખાધાં બાદ તેણીએ કોઈને પણ જાણ કરી નાં હતી.ચાર દિવસ ઘરનાં બારણાં બંધ કરી ઘરમાં પુરાઇ રહયાં હતાં.બીજી બાજુ વૃધ્ધ નો મૃતદેહ લટકતો રહ્યો હતો.

મૃતક ઉછંગરાય અને તેનાં પત્નિ ફલેટ માં રહેતાં હતાં જે તેમની માલીકી નો હતો.પોલીસ જયારે ઘટનાં સ્થળે પંહોચી ત્યારે મૃતક નાં પત્ની એ બારણું નહીં ખોલતાં પોલીસને બારણું તોડવાં ફરજ પડી હતી.આ વેળા મનોરોગી એવાં મૃતક નાં પત્ની એ પોલીસ સાથે ગેરવર્તન કરી ગેટ આઉટ કહયું હતું.પોલીસે મહામુસીબતે તેમને શાંત કરી કાયઁ વાહી કરી હતી.

પી.આઇ.રામાનુજ નાં જણાંવ્યા મુજબ એકલવાયું જીવન જીવતાં આ વૃધ્ધ દંપતી ને આડોશ પાડોશ માં કોઈ વ્યવહાર ન હતો.ઘર ની બહાર પણ ખુબ ઓછું નજરે પડતાં હતાં.

પત્ની મનોરોગી હોય કજીયા કંકાસ રહેતો હોય વધુમાં આર્થીક સંકડામણ પણ હોય વિપ્ર વૃધ્ધે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કર્યા નાં પ્રાથમીક અનુમાન સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:01 pm IST)