Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

રાણાવાવમાં ૩૦ હજારનો દારૂ ઝડપાયો

પોરબંદર, તા.૨૦: રાણાવાવમાં એલસીબી પોલીસે સ્ટેશન પ્લોટમાં રહેણાંક મકાનમાં રેડ પાડીને ઇગ્લીંશ દારૂની ૫૨ નંગ બોટલ કિં.૩૦૮૩૫ સાથે અરજણ ખીમાભાઇ મોઢવાડીયાને પકડીને ગુન્હો નોંધ્યો છે.

રાજયમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવા માટે જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી મનીંદર પ્રતાપસિંહ પવાર  તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ ની સુચના મુજબ આજરોજ એલસીબી પીએસઆઇ એચ.એન.ચુડાસાર્માં એલસીબી સ્ટાફ સાથે રાણાવાવ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ બટુકભાઇ વિંઝુડા તથા કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ નાઓને ચોક્કસ બાતમી મળેલ કે સ્ટેશન પ્લોટમાં રહેતો અરજન ખીમાભાઇ મોઢવાડીયા પોતાના કબજામાં ઇગ્લીંશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા  (ઇગ્લીશ દારૂ) રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૭૧ તથા ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૫૨ મળી કુલ મુદામાલ રૂ. ૩૦,૮૩૫/- નો મળી આવતા કબ્જે કરી રેઇડ દરમ્યાન પકડાય જનાર આરોપી (૧) અરજન ખીમાભાઇ મોઢવાડીયા, ઉ.વ-૨૭, રહે, સ્ટેશનપ્લોટ, જુના રામદેવપીરનાં મંદિર પાસે, રાણાવાવઙ્ગ તેમજ દારૂનો જથ્થો આપી જનાર (૨) ઇમરાન બુખારી રહે. જુનાગઢ વાળા એમ બન્ને ઇસમો વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનનો અંગે ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.

આ કામગીરીમાં પોલીસ સ્ટાફના રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, રવિભાઈ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, સલીમભાઇ પઠાણ વિગેરે જોડાયેલા હતા.

(1:00 pm IST)