Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

જહાજોમાં ચોરી કરતી ગેન્ગના ઝડપાયેલ ૯ સભ્યોની રીમાન્ડની તજવીજ

પીપાવાવ કોસ્ટગાર્ડને બાતમી બાદ ગેન્ગના સભ્યોને પકડવા સફળ ઓપરેશનઃ ગેન્ગના તમામ સભ્યો ઉના નવાબંદરના રહેવાશી

પોરબંદર તા. ર૦ : અમરેલી જિલ્લાના પીપાવાવ કોસ્ટગાર્ડે મળેલી બાતમીના આધારે દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરીને જહાજમાં ચોરી કરતી ગેન્ગના ૯ સભ્યોને એક બોટ સાથે પકડી પાડેલ હતા ગેન્ગના ઝડપાયેલ ૯ સભ્યો ઉના નવાબંદરના રહેવાશી હોવાનું ખુલ્યું છે.અને તમામની રિમાન્ડ માટે તજવીજ હાથ ધરાય છે.

જહાજમાં ચોરી કરવા આવેલા ૯ સભ્યો તમામ નવા બંદરના રહેવાસી છે. જેમાં પલા ઇકબાલ હુસેન બેલીમ ઓસમુભાઇ ઉમરૂભાઇ ચૌહાણ અબ્દેરમાં જુસબ, સુમરા સલિમ અલી, મંગા વીરા, બાંભણીયા, ઉસ્માન જુસબ ચૌહાણ, મુહમ્મદ જુસબ ચૌહાણ પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા તમામ ૯ સભ્યો અને બોટ સાથે ઝડપી પાડી પીપાવાવ મરીન પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા આરોપીની પુછપરછ કરી અગાઉ કયાં કયાં ચોરી કરી છે કે કેમ તેને લઇને તપાસ શરૂ થયેલ છે. સાથે કોસ્ટગાર્ડ દરિયાઇ સીમા પરની તમામ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહ્યુંછે.

અમરેલી જિલ્લામાં આવેલ દરિયાઇ સીમા પર કોસ્ટગાર્ડના જવાનો તમામ ગતિવિધિ પર નજર દરમિયાન નવા બંદરથી ૮ નોટીકલ માઇલ દુર બહાર સમુદ્રમાં અલમરજો નામનું જહાજ અલંગ શિપયાર્ડમાં બ્રેકીંગ માટે જઇ રહ્યું હતું ત્યારે અહી સમુદ્ર વચ્ચે ચોરી કરતી ગેંગ બોટ સાથે આવી અને જહાજમાં ચડી ચોરી કરે તે પહેલા પીપાવાવ કોસ્ટગાર્ડને સમાચાર મળતા પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ સમુદ્રમાં પહોચી અને ૯ સભ્યોની દબોચી લીધા હતા જેમાં ર સભ્યો જહાજની ઉપર હતા અને ૭ સભ્યો નીચે રાખેલી કિરમાણી નામની બોટમાં હતા આ તમામને કોસ્ટગાર્ડએ જહાજ અને ચોરી કરવા આવેલ ગેન્ગ અને બોટને કોર્ડન કરી ઝડપી લીધા હતા. અને તેમની પછપછ કરતા ઉના નજીક આવેલ નવા બંદર વિસ્તારના હોવાનું તપાસમાં ખુલ્યુ હતું.

અલંગ શિપયાર્ડ અને પીપાવાવ વિસ્તારમાં વારંવાર નાની મોટી ચોરી કરવાની ઘટના અગાઉ વારંવાર સામે આવતી હતી ત્યારે ચોર ટોળકી સમુદ્રમાં મહાકાય જહાજોમાં ચોકી કરી રહી હોવાની કોસ્ટયાર્ડને માહિતી મળતા પીપાવાવ કોસ્ટાર્ડને મહત્વ પુર્ણ સફળતા મળી હતી અને ચોર ટોળકીને ચોરીના સાધનો અને ગુન્હામાં વપરાયેલી બોટને પણ કબ્જે કરી હતી.

(12:54 pm IST)