Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

તળાજા પંથકમાં વિચરતી સિંહણે ૩ સિંહબાળને આપ્યો જન્મ

ખોરાક મળી રહે કોઇ તકલીફ ન પડે તે માટે ફોરેસ્ટ વિભાગની ખડે પગે સેવા

 ભાવનગર, તા.૨૦:તળાજાના દરિયાઈ વિસ્તાર ખાસ કરીને મેથળા નજીક વર્ષોથી એક સિંહણ વસવાટ કરેછે. જેમાં એકાદ વર્ષ પહેલા બે સિંહ આ વિસ્તારમાં વિચરણ કરતા આવી ગયા.ને અહીજ રહેઠાણ બનાવવામાં આવ્યું. સિંહણ ના સંપર્ક માં આવ્યા બાદ ભૂરા નામના સિંહ અને અહીં વસતી બાવું નામની સિંહણ ના મેટિંગ ને લઈ સિંહણ'બાવુ' ને ત્યાં પારણું બંધાયુ છે.ત્રણ સિંહ બાળ ને જન્મ આપતા વન વિભાગ ખડેપગે કહી શકાય તેવી કાળજી લઈ રહયુ છે.

તળાજા વન વિભાગ નીંટીમમાં ઉત્સાહ નો માહોલ છે.'બાવું'સિંહણઅને તેના ત્રણ બચ્ચાની સંભાળ અહીંના આર.એફ.ઓ થી લઈ ફોરેસ્ટર,ટ્રેકર,બીટ ગાર્ડ સહિતના લઈ રહ્યા છે.જરૂર જણાયે ખોરાક પણ આપી રહ્યા છે. ત્રણ સિંહબાળમાંથી નર અને માદાની ચોક્કસ માહિતી મેળવતા હજુ સમય લાગશે.

સૂત્રો એ ઉમેર્યું હતુંકે અહીં બે સિંહ વિચરણ કરી રહ્યા છે.જેમાં સિંહ 'ભૂરા' અને સિંહણ 'બાવું'ના મેટિંગના ફળ સ્વરૂપે ત્રણ બચ્ચા નો જન્મ થયો છે.ત્રણેય બચ્ચા તંદુરસ્ત છે.સિંહ સિંહણ જયારે મેટિંગ પિરિયડ માં હોય છે ત્યારે ત્રણ થી પાંચ દિવસ નો મેટિંગ પિરિયડ હોય છે.એ દિવસ દરમિયાન સિંહ સિંહણ એક બીજાથી દૂર જતા નથી. ખોરાક માટે મારણ કરવાપણ નહીં. સિંહણ એક મેટિંગ પિરિયડ દરમિયાન એકજ સિંહ ને વફાદાર રહેછે. એ સમય દરમિયાન આસપાસ અન્ય કોઈ સિંહ ને આવવા પણ દેતીનથી એટલી વફાદાર હોય છે.

ત્રણ થીપાંચ દિવસના મીટીંગ પિરિયડ દરમિયાન સિંહ સિંહણ વારંવાર મિનિટોના ગાળે સહવાસ માણે છે.પ્રારંભિક તબક્કે બે ત્રણ મિનિટનોજ સમય ગાળો સહવાસ માટેનો હોય છે.બાદ સમય વીતતો જાય તેમ તેમ સમય ગાળો સહવાસ નો વધતો જાય છે. આવતા સાત આઠ મહિનામાંઙ્ગ સિંહ બાળની ડણક પણ સાંભળવા મળશે.

મેથળાથી માથાવડા સુધી ટેરેટરી બાંધતા બન્ને સાવજો

તળાજા ના જંગલો ,સિમ,વાડી, ખેતર માં એક સિંહણ અને બે સિંહ છે. હાલ સિંહણ 'બાવું' ત્રણ બચ્ચા ની સંભાળ લઈરહી છે.તો ભૂરો અને નાનો બન્ને સાવજ પોતાની ટેરેટરી નો વિસ્તાર લંબાવવા ની સાથે બાંધી રહ્યા છે.જેમાં તળાજા વિસ્તાર ની વાત કરીએ તો મેથળા,પ્રતાપરા,કેરાળા,વેજોદરી, ઉંચડી,ખંઢેરા,સરતાનપર, પાદરી,ચોપડા અને માથાવડા સુધી ટેરેટરી બાંધી છે.મોટાભાગનો વિસ્તાર દરિયાઈ છે.કયારેક રાત્રે ૧૨ વાગે મેથળા નજીક લોકેટ થતા બન્ને સિંહ સવારે પાદરી(ગો) સુધી લોકેટ થાય છે.બન્ને ની જુગલ જોડી છે.

(11:45 am IST)