Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ગારીયાધારમાં સીએએના સમર્થનમાં રેલી

ગારીયાધારઃ સીએએના સમર્થનમાં ભારતીય સંવિધાન સમિતિ દ્વારા રેલી યોજાઇ હતી. વેપારીઓ દ્વારા વહેલી સવારથી જ પોતાના ધંધા રોજગાર બંધ રાખી રેલીમાં જોડાયા હતા વિવિધ સંસ્થાના આગેવાનો રાજકીય આગેવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલી દરમિયાન ''જય શિવાજી જય ભવાની'', ''વંદે માતરમ'', ''ભારતમાતાકી જય'' અને ''હર હર મહાદેવ''ના નારાઓ ગુંજયા હતા. રેલી ગાયત્રી મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના રાજમાર્ગો પર ફરી તાલુકા સેવા સદન પહોંચી મામલતદારને સમર્થન પત્ર આપી પુર્ણ થઇ હતી રેલી નીકળી તે તસ્વીર

(11:41 am IST)