Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

કચ્છના વ્યાપારી સાથે એર ટીકીટના રિફંડના નામે યાત્રા એપ્લિકેશન દ્વારા એક લાખની ઓનલાઇન ઠગાઇ

સુરતથી કોલકોતાની ટીકીટ કેન્સલ કરાવવા બેંકની ડિટેઇલ્સ આપી અને ચાલુ ફોને રૂપિયા ઉપડી ગયા

 ભુજ તા. ૨૦ : અંજારના ધમડકા ગામના હસ્તકલા વ્યાપારી સાથે એર ટીકીટ કેન્સલ કરવાના મુદ્દે એક લાખની ઠગાઈની ફરિયાદ દૂધઈ પોલીસ સ્ટેશને કરાઈ છે. ૫૧ વર્ષીય ઇકબાલ હુસેન ખત્રીએ સુરત થી કોલકોતાની પોતાની ટીકીટ કેન્સલ કરવા ઓન લાઇન યાત્રા એપ્લિકેશનના કસ્ટમર કેર નંબર પર ફોન કર્યો હતો.

જેમાં રાકેશ શર્મા નામના વ્યકિતએ ફોન પર ટીકીટ તેમ જ બેંક એકાઉન્ટની વિગતો મેસેજ દ્વારા મંગાવી હતી, આ દરમ્યાન તે બન્નેની ફોન પર વાતચીત પણ ચાલુ હતી. જોકે, આ વાતચીત વચ્ચે તેમના બેંક એકાઉન્ટમાંથી ૯૯,૯૯૦ રૂપિયા ઉપડી ગયા હતા. જોકે, ફરિયાદી વ્યાપારીએ જે તે વખતે અરજી આપી હતી. પણ, સરકારની સૂચના પછી હવે ઓનલાઈન ઠગાઈની ફરિયાદ દાખલ કરાઈ છે. દૂધઈ પોલીસના વનરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)