Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

પોરબંદર જીલ્લામાં ૯ જગ્યાએથી ૩૧ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ

પોરબંદર, તા. ર૦ :  પોરબંદર જીલ્લા ૯ જગ્યાએથી ખનીજ ચોરી ઝડપી લીધી છે.

ખાણ ખનીજ વિભાગ દ્વારા  વેજાભાઈ લીલાભાઈ મોડેદરા ગામ રાણા કંડોરણા દંડ ૬ કરોડ ૪૯ લાખ ભરપાઈ કરવાના બાકી, રાજુભાઇ સાજણ કેશવાલા માધવપુર દંડ ૧ કરોડ ૩૩ લાખ ભરપાઈ કરવાના બાકી, કરશનભાઈ વિરાભાઈ ડાકી માધવપુર દંડ ૪૫ લાખ ૨૦ હજાર ભરપાઈ કરવાના બાકી,  સામતભાઈ ગાંગાભાઈ પરમાર બળેજ દંડ ૧ લાખ ૭૮ હજાર ભરપાઈ કરવાના બાકી,દિવ્યેશ રાદ્યવ બઢ રોધડા દંડ ૧૧ લાખ ૬૯ હજાર ભરપાઈ કરવાના બાકી, આસિફભાઈ રેડિયા ગામ નવીબંદર મેઈન રોડ દંડ ૨ લાખ ૧૭ હજાર ભરપાઈ કરી આપેલ છે

પરેશભાઈ ગામ નવીબંદર દંડ ૧ લાખ ૯૯ હજાર ભરપાઈ કરી આપેલ છે, મોહનભાઇ ગાંગાભાઈ ઓડેદરા ગામ ઈશ્વરીયા દંડ ૧ લાખ ૮૦ હજાર ભરપાઈ કરી આપેલ છે, ઉદયસિંહ એમ જેઠવા ગામ રાણાવાવ દંડ ૨૨ કરોડ ૭૨ લાખ ભરપાઈ કરવાના બાકી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે.

(11:37 am IST)