Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ગોંડલના લુણીવાવમાં ઝેરી દવા પી લેનારા નિલેષ ભેડાએ રાજકોટમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ર૦ :.. ગોંડલના લુણીવાવમાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેને સાવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ ગોંડલના લુણીવાવમાં રહેતા નિલેષ વિનુભાઇ ભેડા (ઉ.ર૦) એ બે દિવસ પહેલા પોતાના ઘરે ઘઉંમાં નાખવાની ટીકડી પી લેતા તેને પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટની લેન્ડમાર્ક હોસ્પીટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક નિલેષ પ્રાઇવેટ નોકરી કરતો હતો.

તેના માતા-પિતાના મૃત્યુ બાદ તે તેના માસીયાઇ ભાઇ સાથે રહેતો હતો. આ બનાવ અંગે એ. ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. રાજેશભાઇ અને રાઇટર દેવાંગભાઇએ પ્રાથમિક કાગળો કરી ગોંડલ મોકલ્યા છે.

(11:36 am IST)