Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સોમનાથમાં મહાશિવરાત્રી મહોત્સવ ઉજવવા ભકતોમાં થનગનાટ

મહા મૃત્યુંજય યજ્ઞ-હોમાત્મક લધુરૂદ્ર જયોત પૂજન-ચાર પ્રહરનું વિશેષ પૂજન -આરતી -ધાર્મિક -આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ રચાશે : ટ્રસ્ટી મંડળ દ્વારા તડામાર તૈયારીને અપાતો આખરી ઓપ : સોમનાથ મંદિર દર્શનાથી માટે ૪૨ કલાક ખુલ્લુ રહેશે : વેરાવળથી સોમનાથ શોભાયાત્રા પાલખી યાત્રા યોજાશે

પ્રભાસ પાટણ,તા.૨૦: પ્રતિવર્ષ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્રારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવતી હોય છે. સોમનાથ મંદિર શિવરાત્રિ પર્વે સવારે ૪-૦૦ થી લઇ સતત ૪૨ કલાક ભકતજનો માટે ખુલ્લુ રહે છે. ચાર પ્રહરની વિશેષ પૂજા આરતી, પાલખી યાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન કરાય છે,જેમાં ઉપસ્થિત રહી લાખ્ખો ભકતો શિવમય બનશે. સોમનાથના માર્ગો શિવભકતોથી ઉભરાઇ આવે છે. પ્રભાસ ક્ષેત્રમાં 'જય સોમનાથ'નો નાદ ગુજી ઉઠે છે.

શિવરાત્રિ મહોત્સવ-૨૦૨૦ ને લક્ષ્યમાં લઇ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભકિત  કરી શકે તેવા હેતુથી તા.૨૦ થી તા.૨૨સુધી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન છે. દાતાશ્રીઓના સહયોગથી શ્રી સોમનાથ મંદિરને પુષ્પોથી શુશોભીત કરવામાં આવશે. જેથી મોટી સંખ્યામાં ભાવિકો યજન,પૂજાવિધિમાં જોડાઇ કૃતાર્થ થશે. મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલ શિવપૂજાઓ જેટલુ પુણ્ય હોય, તે માત્ર શિવરાત્રિએ શિવ પૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. જેમને ધ્યાને રાખી મહાશિવરાત્રિએ મોટીસંખ્યામાં ભાવિકો તત્કાલ શિવપૂજન, ધ્વજાપુજન કરી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે.

મહોત્સવનો પ્રારંભ પારંપરીક ધ્વજાપૂજન થી થશે,મહામૃત્યુજજ યજ્ઞ,સેલ્ફી પોઇન્ટ, મહાશિવરાત્રિએ સવારે ૦૮ થી ૦૯ દરમ્યાન સંકિર્તન ભવન ખાતે બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિત વિશેષ આકર્ષણો રહેશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ 'WWW.SOMNATH .ORG' તથા સોશ્યલ મીડીયા માધ્યમ ફેસબુક'@shrisimoth temple'  ટ્વીટર 'SOMNATH_ TEMPLE ઇન્સ્ટાગ્રામ ''એડેઈડ તથા એપલ સ્ટોર પરથી સોમનાથ યાત્રા તથા હેલ્લો એપ 'shree somnath temple' પણ દર્શન, આરતી, લાઇવ સ્ટ્રીમીંગ નો લ્હાવો દેશ-વિદેશ ના ભકતો ઘરબેઠા લઇ શકશે. સોમનાથ મહાશિવરાત્રિ પર્વે પ્રત્યક્ષ આવતા ભકતોને સોમનાથ મંદિરના સોશ્યલ મીડીયા માધ્યમમાં જોડવા માટે એક ખાસ ડીઝીટલ સ્ટોલ નુ આયોજન કરવામાં આવેલ છે.

મહાશિવરાત્રિના દિવસે શ્રી સોમનાથ મંદિર, શ્રી સોમનાથ મંદિર પ્રવેશ દ્વાર સહિત લાઇટીંગથી સુશોભિત કરવામાં આવશે. તેમજ અમદાવાદના ભાવિક દ્વારા સુદર પુષ્પો-હારો- તોરણોથી મંદિરને શુશોભીત કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એલ.ઇ.ડી સ્ક્રીનમાં લોકો કતારબંધ રહીને પણ સોમનાથ જીના દર્શન કરી ધન્ય પ્રામ કરી શકે તે રીતે આયોજન કરવામાં આવેલ છે. જુદા-જુદા દાતાશ્રીઓના સહયોગથી મહાશિવરાત્રિ પર્વે દર્શનાર્થે પધારતા યાત્રીઓને  મહાપ્રસાદ, ફરાળ નિઃશુલ્ક મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.ર્ંમાં પરિવાર બાઢડા આશ્રમ તેમજ ગુપ્તા પરિવાર દ્વારા ભોજન-પ્રસાદ-ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

સોમનાથ પરિસર સમુદ્ર ઉદ્યાન ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રાત્રે તા.૨૦ થી તા.૨૨રમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા. ૨૦.૦૨.૨૦૨૦ ના રોજથી 'સોમનાાથ રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ' સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સંસ્કારભારતી અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગ- ગાંધીનગરના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ  ગાંધિનગરના ઉપક્રમે તથા ગુજરાત રાજય અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશભરમાં ફદા-જુદા રાજયોના ૫૦૦ થી વધારે કલાકારો ભજન, ગરબા, લોકસંગીત, વિવિધ  લોકનૃત્યો દ્વારા ભગવાન શિવજીની આરાધના કરશે.

વેરાવળ પાટણના નંગરજનોના ઉત્સાહને ધ્યાને રાખી ભવ્ય પાલખીયાત્રા આયોજન. . વેરાવળની અને પાટણની નગરચયા કરશે ભગવાન સોમનાથ... સોમનાથ મહાદેવની પાલખીયાત્રા વેરાવળ થી સોમનાથ સુધિની યોજાશે, ભોઈ સોસાયટી, ભૈરવનાથ ચોક થી ભવ્ય પદયાત્રા નીકળશે  જેમાં ધાર્મિક ગીતોના સથવારે વિવિધ ધુનમંડળો, રાસમંડળો, સાથે ભવ્ય પાલખીયાત્રા નિકળશે.રસ્તામાં આવતા અનેક વિસ્તારના લોકો શોભાયાત્રાનું સ્વાગત કરશે તેમજ ભગવાન સ્વયં જયારે નગરચર્યાએ પસાર થઇ રહ્યા હોઇ ત્યારે શ્રદ્ઘાળુઓ હરખભેર પૂષ્પોથી ભગવાનની કૃપા પ્રાપ્તિ કરશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલ તથા ટ્રસ્ટ સેક્રેટરી શ્રી પી.કે. લહેરી ના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના અધિકારી તથા કર્મચારીઓ ઉત્સાહ ભેર શિવરાત્રિ મહોત્સવમાં આવનાર યાત્રીઓની વ્યવસ્થા હેતુ કામે લાગેલા છે, દિવ્યાંગોને દર્શન અંગેની સહાયતા સ્વાગત કક્ષથી મળશે. યાત્રીઓ બહારથી આવતા હોઇ ત્યારે શુક્ષ્મ પ્રકારથી લઇ દરેક નકામી વસ્તુ કચરા ટોપલીમાં જ નાખે તેમજ 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' ના સુત્રવાકય સાકાર કરવા સહયોગ આપે તેવી શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ગીરસોમનાથ જીલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે.

(11:33 am IST)