Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ભવનાથમાં શિવરાત્રી મેળો ચરમસીમાએઃ કાલે મધરાત્રે રવાડી બાદ થશે સમાપ્ત

ત્રીજા દિવસે પણ તળેટીમાં હૈયેહૈયુ દળાયુ, સાંજથી ભવનાથ ભરચક્ક થવાની શકયતાઃ પૂ.શ્રી મોરારીબાપુ સહિતના સંતો-મંહતો તેમજ દિગ્મ્બર સાધુઓના દર્શનથી ભકતો અભિભુત

જુનાગઢઃ મહાશિવરાત્રી પર્વની કાલે જુનાગઢમાં ભવ્ય ઉજવણી કરવાામં આવશે ભવિકો અને સંતો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.  (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ તા. ર૦ : ભવનાથ શિવરાત્રી મેળો ચરમસીમાએ પ્રવેશ્યો છે. આવતીકાલે રવડી બાદ મધરાત્રે મેળાનું સમાપ્ત થશે ગઇકાલે ત્રીજા દિવસે પણ તળેટીમાં હૈયેહૈયુ દળાયુ હતું આજે  સાંજથી ભવનાથ તળેટી ભરચકક થવાની શકયતા છ.ે

પૂ.શ્રી મોરારીબાપુ સહિતના સંતો મહંતો તેમજ દિગ્મ્બર સાધુઓના દર્શન કરી ભકતો અભિભૂત થઇ રહ્યા છે.

સોમવારથી ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ ખાતે શરૂ થયેલ મહાશિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ છે ત્રણ સુખરૂપ પૂર્ણ થયા બાદ આજથી મેળોતેના અંતિમ ચરણમાં પ્રવેશ્યો છે.

ગઇકાલે પણ સાંજની ભવનાથમાં મેળો માણવા આવતા પગપાળા ભાવિકોનો પ્રવાહ વધી ગયો છતા જેના કારણે ભરડાવાવથી જ વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો.

આજ પ્રમાણે જુનાગઢ શહેરમાં પણ ભારે ટ્રાફીક રહ્યો હતો.

ભવનાથ દાદાના સાનિધ્યમાં યોજાયેલ શિવરાત્રી મેળો પૂર્ણ થવાને આડે ગણતરીના જ કલાકો બાકી છે. તેથી તળેટીમાં વિવિધ ધાર્મિક જગ્યાઓ, સ્થળો ઉતરાઓ વગેરે ખાતે ભકિત ભજન અને ભોજનની જમાવટ થઇ છે.

મેળા પ્રસંગે પુ.શ્રી મોરારીબાપુ, મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુ, અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પુ.લી. મુકતાનંદબાપુ, કિલ્લર અખાડાના સંતો, મહામંડલેશ્વર જયશ્રીકાનદજી પૂ. શ્રી શેરનાથબાપુ, શ્રી હરિગીરી મહારાજ, શ્રી ઇન્દ્રભારતી બાપુ સહિતનાં સંતો-મહંતો, દિગ્ગતર મહાત્માઓની ભવનાથ ખાતે પાવન હાજરી રહી છે.

આજે સવારે પૂ. શ્રી મોરારીબાપુનાં હસ્તે ભજન સમ્રાટ સ્વ. પ્રાણલાલ વ્યાસ માર્ગનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાંજે ભવનાથમાં લાલઢોરી ખાતે સુપ્રસિધ્ધ ગઝલકાર મનહર ઉધાસનો સ્વરાંકનમાં તૈયાર કરાયેલ જાગતે મરવા વિશે આલબમ વિમોચન શ્રી મોરારીબાપુનાં હસ્તે રાખવામાં આવેલ છે.

મેળો સુખરૂપ પૂર્ણ થાય તે માટે કલેકટર ડો. સૌરભ પારધી, મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા, ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર, એસ.પી. સૌરભસિંઘ, મેયર ધીરૂભાઇ ગોહેલ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ પદાધિકારી વગેરે દેખરેખ રાખી રહ્યા છે.

શિવરાત્રી મેળા પ્રસંગે દિગંબર સંતો તેમની સાધનામાં લીન થયા છે કાલે સાંજે મેળાનું મુખ્ય આકર્ષણ રવાડીની કળશે જે મધરાત્રે ભવનાથ મંદિર ખાતે પૂર્ણ થશે જેમાં વિવિધ અખાડાના સાધુ-સંતો જોડાયને ભાવિકોને દર્શન આપશે.

અખાડાઓનાં ઇસ્ટદેવની પાલખી સાથેની રવાડી ભવનાથનાં વિવિધ માર્ગો પર થઇને શિવરાત્રીની રાતના ભવનાથ મંદિરે પહોંચશે.

રવાડી માટેની તૈયારીઓ સંતો તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અંગત કસરતનાં વિવિધ દાવ લેતાં સંતો ભવનાથ મંદિરે પહોંચી મૃગી કુંડમાં સ્નાન કરી અને ભવનાથ દાદાની મહાઆરતી કરશે. આ સાથે પાંચ દિવસનો મેળો પૂર્ણ થશે.

શિવરાત્રી મેળો પૂર્ણ થવામાં હોય ભાવિકોનો પ્રવાહ સવારથી તળેટી તરફ વહેતો જોવા મળી રહ્યો છે.(૬.૨૦)

(11:28 am IST)