Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મોરબીમાં ચણાની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં નામ નોંધણીમાં ધાંધિયા: ખેડૂતોએ કર્યો હોબાળો

ખેડૂતોને લાંબી લાઈનોમાં ઉભા રહેવા છતાં પોતાનો વારો આવતો નથી

મોરબી : સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાની જાહેરાત કરી છે જેમાં મોરબી, ટંકારા અને માળીયા તાલુકાના ખેડૂતો માટે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી કેન્દ્ર શરુ થવાનું હોય અને નામ નોંધાવવા ખેડૂતોનો ઘસારો રહેતો હોય જોકે યોગ્ય રીતે કામગીરી થતી ના હોય જેથી ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે

મોરબીમાં ચણાની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં નામ નોંધાવવા ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે જોકે પાંચ દિવસથી કામગીરી શરુ કરી હોવા છતાં નોંધપાત્ર નામ નોંધણી કામગીરી થઇ નથી અને ખેડૂતોને લાંબી લાઈનોમાં ઉભા રહેવા છતાં પોતાનો વારો આવતો ના હોય જેથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો તેમજ આ અંગે જાણ થતા ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરા સ્થળે દોડી ગયા હતા

 ધારાસભ્યે જણાવ્યું હતું કે કોઈ દિવસ લાઈટ નથી હોતી તેમજ એક જ કોમ્પ્યુટર છે જેમાં નેટવર્કના ધાંધિયા જોવા મળે છે અને ખેડૂતોના મોબાઈલમાંથી નેટ કનેક્ટ કરીને ફોર્મ ભરવા પડે તેવી સ્થિતિ છે સરકાર ચણાની ખરીદી કરવાની દાનત ના હોય અને ખેડૂતોને જાણી જોઇને પરેશાન કરતી હોવાના પ્રહારો પણ કર્યા હતા તેમજ આ અંગે કલેકટરને રજૂઆત કરીને 3- કોમ્પ્યુટર અને નેટવર્ક જેવી સુવિધા આપીને ખેડૂતોની નામ નોંધણી યોગ્ય રીતે થાય તેવી વ્યવસ્થાની માંગ કરાશે તેમ પણ જણાવ્યું હતું

(12:47 am IST)