Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મોરબીમાં આર્થિક ભીંસથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો

-બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી : પરિવારમાં શોકનો માહોલ

મોરબીના પંચાસર રોડ પરના ભરતનગર વિસ્તારના રહેવાસી રફીક અલીભાઈ રાઉંમાં (ઉ.વ.૩૫) નામના યુવાને ગઈકાલે બપોરના સુમારે ઝેરી દવા પી જતા મોરબી પ્રાથમિક સારવાર આપી રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડાયા હતા યુવાનનું રાજકોટ સારવાર દરમિયાન મોત થયું છે જે અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ યુવાન આર્થિક ભીંસમાં હોય જેથી કંટાળી દવા પી આપઘાત કર્યો છે મૃતક યુવાનને બે બાળકો હોય જેને પિતાની છત્રછાયા ગુમાવી છે યુવાનના આપઘાતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે

(12:45 am IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા રામ જન્મભૂમિ ટ્રસ્ટની મંદિર નિર્માણ સમિતિના વડા રહેશે access_time 9:01 pm IST

  • લડનની મસ્જિદમાં ચાકુથી હુમલો : 70 વર્ષના વૃદ્ધને ગંભીર ઇજા : હુમલાખોરને ઝડપી લેવાયો : હુમલો રિઝેન્ટ પાર્ક પાસે લંડન સેન્ટ્રલ મસ્જિદમાં થયો : ઘાયલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા access_time 12:57 am IST

  • સતત એક મહિના સુધી સામુહિક બળાત્કાર : વારાણસી ભાજપના ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહીત 7 લોકો વિરુદ્ધ મહિલાની ફરિયાદ : વારંવાર બળાત્કાર અને ગર્ભપાતનો આરોપ : કોઈની ધરપકડ નહીં : મેજિસ્ટ્રેટ સમક્ષ જુબાની અને મેડિકલ તપાસ બાદ કાર્યવાહી હાથ ધરાશે access_time 7:11 pm IST