Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

કોરોના વાયરસનો કહેર :ચીન સાથે વેપાર ઠપ્પ થતા મોરબીની સિરામિક ફેક્ટરીઓને માઠીઅસર

ચીનથી આવતા મટીરીયલ્સનો માત્ર ૧૫ દિવસ ચાલે તેટલો સ્ટોક

મોરબી : ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ભારતના વેપારધંધા ચીન સાથે જોડાયેલ હોય જેથી વેપાર ક્ષેત્રમાં ભારતને મોટો ફટકો પડી સકે છે આવી જ સ્થિતિ મોરબીના સિરામિક ઉદ્યોગની છે કારણકે સિરામિક ઉદ્યોગમાં વપરાતા રો મટીરીયલ્સની સપ્લાય અટકી પડતા મોરબીના સિરામિક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામે તેવો ભય ઉદ્યોગપતિઓને સતાવી રહ્યો છે

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતી મશીનરી મોટાભાગે ચીનથી જ આયાત કરવામાં આવે છે જોકે ચીનના નાગરિકોને હાલ ભારત સહિતના દેશોમાં વિઝા આપવામાં આવતા નથી તકેદારીના ભાગરૂપે ચીની નાગરિકોને પોતાના દેશમાં કોઈ પ્રવેશ આપતા ના હોય જેથી મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતી મશીનરીમાં મેન્ટેનન્સથી લઈને મશીનરી ઇન્સ્ટોલ જેવી કામગીરી ખોરવાઈ છે એટલું જ નહિ મોરબીના વિટ્રીફાઈડ તેમજ તેમજ નેનો પ્લાન્ટમાં વપરાતા રો મટીરીયલ્સ તેમજ પોલિશિંગ એબ્રેસીવ માત્ર ચીનમાં જ બને છે અને ચીનથી જ આયાત કરાતા હોય છે જેનો હાલ માત્ર ૧૫-૨૦ દિવસનો સ્ટોક એકમો પાસે ઉપલબ્ધ છે અને જો ચીનથી આયાત શરુ ના થાય તો આગામી ૨૦ દિવસ બાદ ૨૦૦ જેટલા સિરામિક એકમોને બંધ કરવા પડશે

(12:41 am IST)