Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ભુજની સહજાનંદ કોલેજ વિવાદ વકરતા કચ્છ યુનિ. ઈન્ચાર્જ કુલપતિનું રાજીનામુ: અસ્વીકાર્ય

દર્શનાબેન ધોળકીયાનુ રાજીનામુ ન સ્વીકારાયું

ભુજ સહજાનંદ કોલેજ વિવાદના મામલે કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ રાજીનામું આપ્યુ છે. ઈન્ચાર્જ કુલપતિ દર્શનાબેન ધોળકીયાએ રાજીનામુ આપ્યું છે. દર્શનાબેન ધોળકીયાનુ રાજીનામુ સ્વીકારવામાં આવ્યું નથી

ભુજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલમાં જે દીકરીઓના કપડા ઉતરાવી તેમના માસિકધર્મનું ચેકિંગ થયું હતું. આ મામલે સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો આ શરમજનક ઘટનાના પગલે મહિલા આયોગની ટીમે પણ તપાસ કરી હતી. ત્યારે હવે કચ્છ યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિ દર્શનાબેન ધોળકીયાએ રાજીનામું આપ્યું છે. જોકે તેમનું રાજીનામું સ્વીકારાયું નથી.

રાજ્ય શિક્ષણ જગતને કલંક લગાવતો મામલો સામે આવ્યો છે. સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી છે. વિદ્યાર્થિનીઓની તપાસ કરાતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ માંગણી કરી હતી કે તેમની સામે ગેરવર્તણૂંક કરનાર સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની સંચાલકોએ ધમકી આપી છે. બેજવાબદાર બનેલા સંચાલકોએ ચીમકી આપી છે કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવતી રહેશે. જો કોઈને મંજૂર ન હોય તો કોલેજ કે હોસ્ટેલ છોડીને જતાં રહે. માસિક ધર્મની તપાસથી વિદ્યાર્થિનીઓ નારાજ વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ માસિક ધર્મને લઈને પૂછપરછ કર્યા બાદ એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરાઈ હતી.

(12:36 am IST)