Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

જુનાગઢના ઇવનગરમાંથી પડતર મકાનમાંથી ૭૦ પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

અશોકલેલન મેસ્ટ્રો મો.સા. સહિત રૂ. ૬,પ૮,૪૦૦નો મુદ્દામાલ કબ્જે : આરોપીની તાલુકા પોલીસ દ્વારા શોધખોળ

 જુનાગઢ, તા. ર૦ : જુનાગઢ રેન્જ આઇપી સુભાષ ત્રિવેદીની સુચના અને એસપી સૌરભ સિંઘના માર્ગદર્શન તાલુકા પોલીસે મળેલ બાતમીના આધારે તાલુકાના ઇવનગર ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ આઇ.જી.પી. જુનાગઢ રેન્જનાઓ તથા પો. અધિ. જુનાઓ તરફથી જુનાગઢ શહેર વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પ્રોહી બુટલેગરોની પ્રોહી પ્રવૃતિ નાથવા સારૂ તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા અંગેની કડક સુચના થઇ આવતા નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ. રાણા જુનાગઢનાઓના માર્ગદર્શન હેઠળ અમો (બી.એમ. વાઘમશી) તથા પો.સ્ટે.ના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન અમારી સાથેના પો.કોન્સ. રવિન્દ્રસિંહ તથા માનસીંગ તથા કિરણભાઇને સંયુકત બાતમીદાર દ્વારા ખાનગી બાતમીરાહે સચોટ હકીકત મળેલ કે ઇવનગર ગામમાં ૧૦૦ વારીયા પ્લોટમાં આવેલ સવજી જાનાભાઇ ડાભીના પડતર મકાનમાં આરોપીઓ બાવન ચના મોરી તથા બાલા પરબત મોરી રહે. ઇવનગરવાળાએ પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી તેને વાહનોમાં ભરી હેરફેર કરી મુદામાલની હેરવણી ફેરવણી કરે છે અને હાલ આ પ્રવૃતિ ચાલુ છે તેવી હકીકત મળતા તુરત પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતા સદર જગ્યાએથી મેકડોલ નં.૧ની પેટી નંગ ૧ તથા પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કી તથા રોયલ ચેલેન્જ વ્હીસ્કીની કુલ પેટી નંગ૭૭ બોટલ નંગ ૯ર૪ જે કિ.રૂ. ૪,ર૮,૪૦૦નો ઇંગ્લીશ દારૂ તથા એક અશોક લેલન નાની ગાડી કિ.રૂ.ર,૦૦,૦૦૦ તથા એક હીરો કંપનીનું મેસ્ટ્રો મોટર સાયકલ કિ.રૂ. ૩૦,૦૦૦નું મળી કુલ રૂ. ૬,પ૮૪૦૦ના મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી હાજર નહીં મળી આવેલ જેના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આ કામગીરી અમો (પો.સ.ઇ. બી.એમ. વાઘમશી) તથા પો.હેઙકોન્સ. કે.જે. ડાભી, રવિન્દ્ર હમીરભાઇ, માનસીંગભાઇ, ભનુભાઇ, ભુપતસિંહનાઓ કામગીરીમાં હતાં. (૮.૧પ)

 

 

(3:34 pm IST)