Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ચોટીલા પાસે ટ્રક પાછળ બસ ટકરાતા ૨૦ વિદ્યાર્થીઓને ઇજા

ગાય આડી ઉતરતા ટ્રકે બ્રેક મારીને અકસ્માત સર્જાયો

વઢવાણ તા.૨૦: ચોટીલા પાસે આવેલા મોલડી ગામના પાટીયા પાસે સ્કૂલની પ્રાઇવેટ બસને અકસ્માત ટ્રક સાથે સર્જાતા બસમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓને ઇજા થવા પામેલ છે. જે બસ ચોટીલાથ કુવાડવા દરરોજ શાળાના વિદ્યાર્થીઓ લઇને જાય છે ત્યારે આજે ચોટીલાથી કુવાડવા જવા માટે નિકળેલ ત્યારે મોલડી ગામના પાટીયા પાસે આ બસ ટ્રક પાછળ ટકરાતા ૨૦ વિદ્યાર્થીઓને આ અકસ્માતની ઘટનામાં ઇજા થવા પામેલ છે.

ટ્રક આગળ અચાનક ગાય આડી ઉતરતા ટ્રકેના ચાલકે બ્રેક મારતા પાછળ આ વિદ્યાર્થીની ખાનગી બસ ટકરાયેલ હતી.બસના ડ્રાઇવરની સમય સુચકતાના કારણે વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ પહોંચેલ. જાનહાની અટકેલ હોવાનું જાણવા મળેલ છે. અને ડ્રાઇવર પણ ઘાયલ થતા સારવારમાં રહેલ છે.(૧.૧૬)

(3:31 pm IST)