Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

સુરેન્દ્રનગરમાં ૨ દુકાનનાં તાળા તૂટ્યાં

દાનપેટીમાંથી રોકડ- પરચૂરણ લઇ ગયા

વઢવાણ, તા.૨૦:- સુરેન્દ્રનગર શહેરમાં અલંકાર રોડ પર આવેલી પટેલ ડ્રગ હાઉસ, જોન્સન વેલ્ડિંગ વકર્સની નામની દુકાનના રાત્રિના સમયે તાળા તોડીને તસ્કરોએ દાનપેટીમાં રોકડ રકમની નોટો તેમજ પરચૂરણ લઇ ગયા હતા. જયારે મોનાલી એસોસિએટસ નામની દુકાનના તાળા તોડીને તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. આમ એક સાથે ત્રણ દુકાનોમાં ચોરી તેમજ તાળા તૂટવાના બનાવથી વેપારીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. જયારે આ ચોરીની દ્યટનામાં ભોગ બનનાર દુકાનદારે સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ મથકમાં અરજી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લા એક અઠવાડિયાથી દુકાનોનાં તાળા તૂટવાના કિસ્સાઓ બની રહ્યાં હોવાની લોકોમાં બૂમરાણો ઉઠી છે. પરંતુ આવી દ્યટનામાં કોઇ મુદ્દામાલની ચોરીઓ ન થતા લોકો ફરિયાદ કરવાનું ટાળે છે.

એક દુકાનમાંથી તસ્કરોને હાથ લાગેલી પરચૂરણ માથાના દુૅંખાવા સમાન બની ગઇ હતી. જેમાં રૂ. પાંચ, એક અને બે ના સિક્કાઓ તસ્કરોને મળી આવ્યા હતા. પરંત તસ્કરો માત્ર રૂ. પાંચના સિક્કાની પરચૂરણ ઉઠાવી ગયા હતા.(૨૨.૧૫)

 

(3:28 pm IST)