Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

કોઠારી સ્વામી તેમજ પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં ધારી પત્રકાર સંઘ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી...

ધારીઃ બે દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરના પુલવામા નામના સ્થળ ખાતે સી.આર.પી.એફ.ના જવાનોને લઈને પસાર થઈ રહેલ બસને આતંકવાદીઓએ આર.ડી.એકસ. જેવા ઘાતક પદાર્થથી ઉડાવી દેતા બસમાં સવાર ૪૪ જેટલા ભારતીય જવાનો શહીદ થયેલા હતા. રાષ્ટ્ર માટે દુઃખ સમાન આતંકવાદી ઘટનાના વિરોધમાં સમગ્ર દેશમાંથી ઠેર ઠેર લોકો પ્રચંડ વિરોધ કરી રહેલ છે. દેશના વિર જવાનોને હિન્દુસ્તાનના સવાસો કરોડની જનતા નાત-જાત તેમજ ધર્મના વાડાઓમાંથી મુકત થઈને એક એક હિન્દુસ્તાનીઓ આ સમગ્ર ઘટનાને વખોડી કાઢીને આક્રોશ જતાવી રહેલ છે. ઠેરઠેર વિર જવાનોની શહીદીને યાદ કરીને પ્રાર્થનાસભાઓ, શ્રધ્ધાંજલીઓ તેમજ દુઆઓ થઈ રહેલ છે. ત્યારે ગઈકાલે સમસ્ત ધારી ગામના દરેક નાગરિકો સ્વામીનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિર જવાનોની શહીદીને પુષ્પાંજલી રૂપી પુષ્પો અર્પણ કરેલ હતા ત્યારે તા. ૧૬ના સાંજના ૫.૩૦ થી ૬.૩૦ સર્કિટ હાઉસ ધારી ખાતે સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી તેમજ પ્રતિષ્ઠીત આગેવાનોની હાજરીમાં ધારી પત્રકાર સંઘ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. શ્રધ્ધાંજલી કાર્યક્રમની શરૂઆત રઘુપતી રાઘવ રાજારામની પંકિતઓ સાથે કરવામાં આવેલ હતી તેમજ જીજ્ઞેશપુરી ગૌસ્વામીએ ભારતીય સેનાના વિરજવાનોની શહીદી અને શહીદ થયેલા જવાનોના પરિવારની વેદનાઓ તેમજ માતૃપ્રેમ વિશેનું પ્રવચન કરીને પધારેલા લોકોને સચોટ માહિતી આપેલ હતી, તો ધારીના સરપંચ જીતુભાઈ જોષી તેમજ ઉપસરપંચ જીજ્ઞેશગીરી ગોસાઈએ શહીદ વિર જવાનોને શબ્દરૂપી શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી. સ્વામિનારાયણ મંદિર ખાતેથી પધારેલા કોઠારી સ્વામીએ પુલવામા શહિદ થયેલા સી.આર.પી.એફ.ના ૪૪ જવાનોની શહીદી વિશે દુઃખ વ્યકત કરીને ઈશ્વર તમામ શહીદોની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થનાઓ કરેલ હતી. ધારી પત્રકાર સંઘ દ્વારા રાખવામાં આવેલ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં કોઠારી સ્વામી, જીતુભાઈ જોષી (સરપંચ), ઉપસરપંચ જીજ્ઞેશગીરી ગોસાઈ, જીલ્લા પંચાયત સદસ્ય ભુપતભાઈ વાળા, બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશભાઈ પટણી, વેપારી આગેવાન મુકેશભાઈ રૂપારેલીયા, કેતનભાઈ સોની, જીજ્ઞેશપુરી ગૌસ્વામી, મનીષભાઈ જોશી, જીતુભાઈ વસાણી, પત્રકાર ટીનુભાઈ લલીયા, ઉદય ચોલેરા, પરવેઝ સુમરા, અરવિંદ દવે, સરફરાઝ રાઠોડ, કાંતીભાઈ જોશી, બરકતભાઈ ચાવડા, અરૂણભાઈ વેગડા, હનીફ નાડ, પ્રતાપભાઈ વાળા, રહીમભાઈ ચાવડા, નુરદીન ચાવડા વગેરે પત્રકારો હાજર રહેલા હતા.(૨-૩)

 

(12:01 pm IST)