Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ખંભાળીયાના ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા શહિદ ફંડમાં ૧.૭૫ લાખ આપ્યા

દેવભૂમિ દ્વારકા, તા.૨૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક એવા ખંભાળીયાના ગુર્જર જ્ઞાતિ દ્વારા હુમલામાં શહિદ થયેલ જવાનો માટે વિશ્વકર્મા જયંતિની ઉજવણી સાદાઇ પૂર્વક કરવામાં આવી હતી. જે પછી શહિદોના માનમાં શધ્ધાંજલી અર્પીને જ્ઞાતિજનોએ રૂ.૧.૭૫ લાખ એકત્ર કરેલ હોય જ્ઞાતિજનો  દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાને રૂ.૧.૭૫ લાખનો ચેક અપર્ણ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જ્ઞાતિ અગ્રણીઓ હરૂભાઇ વધાડીયા, પ્રાણજીવન મિસ્ત્રી,  હેમતભાઇ મેસવાણિયા, નીલેનાભાઇ દુધૈયા, મનુભાઇ વધાડીયા, અજયભાઇ વધાડીયા, પરસોતમભાઇ સુરેલિયા, જૈન્તિભાઇ સુરેલિયા તથા ભરતભાઇ મેસવાણીયા વગેરે સાથે  જોડાયા હતા.

કલાર્ક મેસેન્જર માટે સેમીનાર યોજાયો

દેવભૂમિ દ્વારકા, તા.૨૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ વિભાગોમાં હિસાબી કામગીરી કરતા કલાર્ક તથા બિલોની લેવડ દેવડ માટે મેસેન્જર માટે કલેકટર કચેરી સભાખંડમાં જિલ્લા તિજોરી અધિકારીશ્રી જે.વી. ગોવાણીના અધ્યક્ષ સથાને સેમિનાર યોજાયો હતો.

જેમાં વિવિધ વિભાગો તરફથી રજુ થતા પગારબિલ, કન્ટી બિલ, જીપીએફ બિલ તથા અન્ય બિલો બાબતેની માહિતી જિલ્લા તિજોરી અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ સેમીનારમાં જિલ્લાના વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૩.૨)

(11:52 am IST)