Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

જામનગર બેડેશ્વરમાં ગરમ પાણીમાં પડી જતા દોઢ વર્ષની શ્રુતિનું મોત

રાજકોટ તા. ર૦ :. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રમતા રમતા ગરમ પાણીમાં હાથ પડી જતા દાઝી જતા દોઢ વર્ષની માસુમ બાળાનું મોત નિપજયુ છે.

મળતી વિગત મુજબ જામનગર બેડેશ્વર વિસ્તારમાં ગવર્નમેન્ટ કોલોનીમાં રહેતા શંકરભાઇ કાનડજેની દોઢ વર્ષની પુત્રી શ્રુતિ પરમ દિવસે પોતાના ઘરે રમતી હતી. ત્યારે રમતા રમતા ગરમ પાણી ભરેલી ડોલમાં હાથ પડી જતા દાઝી જતા તેને તાકીદે સારવાર માટે જામનગર હોસ્પિટલમાં બાદ વધુ સારવાર માટે રાજકોટની સદ્ભાવના હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ કે. આર. કાનાબાર તથા રાઇટર મેહુલસિંહે કાર્યવાહી કરી હતી.

(12:53 pm IST)