Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

જામનગર કોર્પોરેશનમાં બજેટ રજુ

જામનગરઃ મહાનગરપાલીકાનુ વર્ષ ર૦૧૮-૧૯ નું બજેટ સામાન્ય સભામાં સ્ટેડીંગ ચેરમેન કમલાસિંગ રાજપુત, મેયર પ્રતિભાબેન કનખરાને સુપ્રત કર્યું હતું આ તકે કમલાસિંગ રાજપુતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને જામનગરના સાંસદ સભ્ય પુનમબેન માડમના પ્રયાસોથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનાવવા અંગે તથા અમૃત યોજના અન્વયે ગાર્ડન ડેવલોપમેન્ટ અને ભુર્ગભ ગટર યોજના સીવર કલેકશન સીસ્ટમ તેમજ વોટર વર્કસ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાના કામો હાથ ધરવામાં આવેલ છે આ અંગે ગ્રાંટ ફાળવવા બદલ તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તેમજ રાજય સરકારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના લોકભાગીદારી યોજના દ્વારા શહેરને પુરતી ગ્રાંટની વ્યવસ્થાઓ કરીને વિકાસ માટેની નવી દિશાઓ ખોલેલ છે. રાજયના કેબીનેટ મંત્રી જામગરનગરના ધારાસભ્ય આર.સી.ફળદુ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તેમજ પૂર્વધારાસભ્ય વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસ રાઘવજીભાઇ પટેલ, મેયર ડે.મેયર સ્ટેન્ડીંગ કમીટીના સભ્યઓ તેમજ તમામ કોર્પોરેટર મિત્રો અને કમિશ્નર તથા હવીવટી તંત્રના સર્વે અધિકારીઓનો તેમજ શહેરની જનતાનો સાથ સહકાર મળતો જ રહ્યો છે અને આવતાવર્ષમાં પણ સહકાર મળતો જ રહેશે તેવો વિશ્વસ વ્યકત કર્યો હતો અહેવાલઃ મુકું બદિયાણી, તસ્વીર, કિંજલ કારસરીયા-જામનગર)

(12:52 pm IST)